fbpx

પ્રાંતિજના કતપુર ટોલનાકા પાસે XUV કારમાંથી વિદેશી દારૂની 474 બોટલ સાથે શખ્સ ઝડપાયો

Spread the love

પ્રાંતિજના કતપુર ટોલનાકા પાસે XUV કારમાંથી વિદેશી દારૂની 474 બોટલ સાથે શખ્સ ઝડપાયો
– LCB એ 81 હજારના વિદેશી દારુ 7 31 લાખનો મુદ્દામાલ કબજે લીધો


સાબરકાંઠા LCB ની ટીમ લોકસભાની ચૂંટણીને લઈને પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ બાતમી આધારે કતપુર  ટોલનાકા પાસેથી XUV કારમાંથી 81 હજારના વિદેશી દારુ સાથે અમદાવાદના શખ્સને ઝડપી લઈને કાર સાથે 7 31 મુદ્દામાલ કબજે લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે


આ અંગે સાબરકાંઠા LCB માંથી મળેલ માહિતી મુજબ LCB ના PSI ડી સી પરમાર તેમની ટીમ લોકસભાની ચૂંટણીને લઈને પ્રાંતિજના મજરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે કાળા કલરની XUV મહિન્દ્રા કાર GJ-01-WM-2337 માં વિદેશીદારૂનો જથ્થો ભરીને હિંમતનગર થી નીકળી ગઈ છે જે પ્રાંતિજ થઈને ચિલોડા તરફ જવાની છે જેને લઈને LCB સ્ટાફ સાથે પ્રાંતિજના ક્તપુર ટોલનાકા પાસે વોચમાં હતી દરમિયાન બાતમી વાળી કાર આવતા તેને રોકતા ટોલનાકાની ડાબી બાજુ કાર ઉભી રાખી ચાલક ખુલ્લી જગ્યા તરફ ભાગવા જતા તેને ઝડપીને નામ પૂછતા હિતેન્દ્રકુમાર નટવરલાલ વ્યાસ (ઉવ 45,રહે મકાન નં 150 લક્ષ્મીનગર સોસાયટી,સલમા હુન્ડાઈ શો રૂમ સામે,નેશનલ હાઈવે નં 8 નરોડા,અમદાવાદ)નો હોવાનું જણાવ્યું હતું બીજી તરફ આ કારમાં પાછળની સીટ વચ્ચે અને ડેકીમાંથી વિદેશી દારૂની 12 પેટી માંથી 474 બોટલો રૂ 81,432,પકડાયેલ ચાલક પાસેથી એક મોબાઈલ રૂ 500 અને XUV કાર રૂ 6 50 લાખ મળી કૂલ રૂ 7,31,932 નો મુદામાલ કબજે લઈને પકડાયેલ ચાલકને પૂછ પરછ કરતા ચાલકે જણાવ્યું હતું કે રાજસ્થાનના વીરપુર નજીક કાર લઈને ગયેલ જ્યાં રાકેશને કાર આપી હતી જે કારમાં થોડી વારમાં વિદેશી દારુ ભરી લાવીને આપ્યો હતો અને આ વિદેશી દારૂનો છુટકમાં વેપાર છેલ્લા 3 મહિનાથી કરું છુ જે રેલ્લાવાડા,ટીટોઈ,રાજેન્દ્રનગર,હિંમતનગર,પ્રાંતિજ થઈને અમદાવાદ જતો હતો જેને લઈને પકડાયેલ ચાલક સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: