fbpx

હિંમતનગર ડબલ મર્ડર કેસમાં પોલીસે પુત્ર વધુ સગીર સહિત ની સંડોવણી ખૂલી..

Spread the love

હિંમતનગર ડબલ મર્ડર કેસમાં પોલીસે પુત્ર વધુ સગીર સહિત ની સંડોવણી ખૂલી..


રીટાયર્ડ પોલીસ કર્મચારી અને તેમના પત્ની ના મર્ડર કેશ નો ભેદ ઉકેલતી સાબરકાંઠા પોલીસ.

હિંમતનગરના રામનગર સોસાયટીમાં ત્રણ દિવસ અગાઉ બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટના બાદ જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા ત્રણ ટીમો બનાવી ગણતરીના દિવસોમાં સાસુ-સસરાની કરપીણ હત્યા કરવામાં સંડોવાયેલ પુત્રવધુ, બે યુવક તથા એક સગીરને ઝડપી લીધા બાદ પુછપરછ દરમ્યાન તેમની પાસેથી રોકડ તથા સોનાના દાગીના મળી અંદાજે રૂ.૮૩.૮પ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.આ અંગે જિલ્લા પોલીસવડા વિજય પટેલના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એ.કે.પટેલ, એ-ડીવીઝનના પીઆઈ બી.પી.ડોડીયા, એલસીબીના પીઆઈ એસ.એન.કરંગીયા, પીએસઆઈ ડી.સી.પરમાર, ટી.જે.દેસાઈ સહિત તપાસમાં જોડાયેલી ત્રણ ટીમોના જણાવાયા મુજબ ગત તા.૩૦ એપ્રિલના રોજ બપોરના સુમારે વિક્રમસિંહ ભાટીના દિકરા વનરાજસિંહ ઘરે હાજર ન હતા ત્યારે વનરાજસિંહની પત્નિ મિત્તલકુમારી તથા તેમના સગીર દિકરાએ પરિસ્થિતીનો તાગ મેળવી ઘરમાં હાજર રહેલ સસરા વિક્રમસિંહ ભાટીને એકજ ઝાટકે ગળા પર છરી મારી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ મિતલકુમારી, તેમનો સગીર દિકરાએ અગાઉ હિંમતનગરના નર્મદા બંગ્લોઝમાં રહેતા હેત અતુલકુમાર પટેલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આ બંને જણાએ માણસા તાલુકાના લીંબોદરા ગામના વિપુલસિંહ નાથુસિંહને રૂ.૧૦ લાખની સોપારી આપીને સાસુ સસરાની હત્યા કરવાનો પ્લાન ઘડયો હતો. તે પછી ગત તા.૩૦ એપ્રિલના રોજ બપોરના સુમારે હત્યા કરવા ઘડાયેલા પ્લાનને અમલમાં મુકી સાસુ-સસરાને પતાવી દેવામાં આવ્યા હતા. એવુ પુછપરછ દરમ્યાન મિત્તલકુમારીએ કબુલ્યુ હતુ. સમગ્ર ઘટના બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે ત્રણ ટીમો બનાવી તપાસ આદરી હતી. જેમાં એવુ જાણવા મળ્યુ હતુ કે સગીર હત્યામાં સંડોવાયેલ હેત અને વિપુલને નજીકમાં આવેલ મોદી ગ્રાઉન્ડ નજીક મુકીને પરત આવી ગયો હતો. આમ લૂંટ વિથ મર્ડરના રહસ્યને પોલીસ તંત્ર દ્વારા ખુલ્લુ પાડીને ચાર જણાને ઝડપી લેવામાં સફળતા મળી છે.

જીલ રાવલ ZSTV હિંમતનગર

error: Content is protected !!
%d bloggers like this: