fbpx

ઓફિસમાંથી રજા મેળવવા માટે આ મહિલાએ જે કર્યું તે જાણીને બધા થયા આશ્ચર્યચકિત

Spread the love

એક મહિલાએ ઓફિસથી રજા મેળવવા માટે એવું કામ કર્યું કે લોકો જાણીને આશ્ચર્યચકિત થયા હતા. મહિલાએ સેલેરી અને રજાઓ બંનેનો લાભ લેવા માટે પોતે પ્રેગ્નન્ટ હોવાનું કહ્યું હતું, તેના માટે મહિલાએ ફેક બેબી બંપ પણ તૈયાર કર્યું હતું, સાથે જ એક વ્યક્તિને નકલી પાર્ટનર પણ બનાવ્યો હતો.

સત્ય સામે આવ્યા બાદ અમેરિકાની 43 વર્ષીય રોબિન ફોલસમને નોકરી પરથી છૂટી કરવામાં આવી હતી. માત્ર આટલું જ નહીં પણ ફોલસમના વિરૂદ્ધ તપાસ પણ શરૂ કરવામાં આવી છે, આ બાબત કોર્ટ સુધી પહોંચી ગઈ છે.

મેટરનિટી લીવ માટે અપ્લાય કર્યું

‘ડેલી સ્ટાર’ના રિપોર્ટ મુજબ, ફોલસમ એક માર્કેટિંગ એજેન્સીમાં વાર્ષિક 75 લાખ રૂપિયાની નોકરી કરતી હતી. તેણે પોતાના બોસ પાસે મેટરનિટી લીવ માટે અપ્લાય કર્યું હતું, ફોલસમનું બેબી બંપ જોઇને દરેકને એવું લાગતું હતું કે તે સાચ્ચે જ પ્રેગ્નેન્ટ છે, તે સ્થિતિમાં બોસે રજા આપી દીધી, પણ ટૂંક સમયમાં જ તેની ચોરી પકડાઈ ગઈ હતી.

ફોલસમના એક સહકર્મચારીને તેનો બેબી બંપ અજીબ લાગ્યો, તેને જોયું કે, મહિલાનો બેબી બંપ ઉપર-નીચે ખસી રહ્યો છે. તેને આ વાતની સૂચના ઓફિસમાં આપી, ત્યાર બાદ માહિતી મળી કે મહિલાએ પ્રેગ્નેન્ટ દેખાવા માટે એક બેલ્ટ પહેર્યો હતો, જેના થકી બેબી બંપ જેવો આકાર દેખાય.

વાસ્તવમાં તે પ્રેગ્નેન્ટ ન હતી, મહિલાએ આર્ટીફિશિલ બેબી બંપ લગાવીને ઓફિસમાં બધાને દગો આપ્યો અને રજા દરમિયાન સેલેરી મેળવવા માટે મેટરનિટી લીવ લીધી હતી, આરોપ એ પણ છે કે ફોલસમે પોતાના બાળકના નકલી પિતાનો પણ આવિષ્કાર કર્યો હતો, જેનું નામ ‘બ્રાન ઓટમેમ્બ્વે’ હતું, જો કે, તે વિશે વધુ માહિતી નથી મળી.

રોબિન ફિલસમના આ જુઠ્ઠાણુંથી નારાજ થઇ કંપનીએ આના વિરૂદ્ધ તપાસનો હુકમ આપી દીધો છે, સત્ય સામે આવ્યા બાદ માત્ર તેને નોકરી પરથી છૂટી પાડવામાં ન આવી, પણ તેના ઉપર છેતરપિંડીનો કેસ પણ નોંધાયો છે, ઘટના માર્ચ 2021ની છે, જે હવે ધોખાધડીનો કેસ નોંધાયા પછી ચર્ચામાં છે.

error: Content is protected !!
%d bloggers like this: