fbpx

પ્રાંતિજ મા સાફ-સફાઈ ના અભાવે નર્કાગાર ની સ્થિતિ  

Spread the love

પ્રાંતિજ મા સાફ-સફાઈ ના અભાવે નર્કાગાર ની સ્થિતિ  
– કબીર ભુવન સામે આવેલ પેએન્ડ યુઝ આગળ ગંદકી ના થર જામ્યા
– સૌચાલય ગંદકી થી ખદબદી ઉઠયુ
– પાસે આવેલ વિસ્તાર ના લોકો ગંદકી તથા દુર્ગંધ થી પરેશાન
           


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ પેએન્ડ યુઝ આગળ ગંદકી ને લઈ ને હાલતો નર્કાગાર જેવી સ્થિતિ પેદા થઈ છે તો પાસે આવેલ વિસ્તાર ના લોકો ની રજુઆત બાદ પણ જવાબદાર તંત્ર ગરમી મા આરામ ઉપર


   
 પ્રાંતિજ રેલ્વેસ્ટેશન રોડ ભાંખરીયા ટેકરા , કબીર ભુવન સામે આવેલ પેએન્ડ યુઝ બહાર ગંદકી ના થોર જામ્યા છે તો પેએન્ડ યુઝ તો બન્યા પછી ચાલુ ના થતા ગંદકી થી ખદબદી રહ્યુ છે તો પાસે આવેલ સૌચાલય પણ ગંદકી થી ઉભરાય છે અને જેને લઈ ને આજુબાજુ મા રહેતા લોકો સફાઇ ના અભાવે નર્કાગાર જેવી સ્થિતી જોવા મળી રહી છે તો બંધ પડેલ પેએન્ડ યુઝ બહાર પણ એટલી બંધી ગંદકી છે કે તેમા રખડતા પશુઓ ખોરાક ની શોધમા ત્યાં આવે છે અને કચરાને રસ્તા પર ફંગોળતા ઠેરઠેર ગંદકી ફેલાઈ છે તેમજ નજીક મા આવેલ જાહેર શૌચાલય મા સફાઇ ના અભાવે અસહ્ય દુર્ગંધ થી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે અને રોડ ઉપર થી અવરજવર કરતા લોકો ને શૌચાલય મા જવુ હોય પણ ગંદકી થી ખદબદી ઉઠતા જઈ નથી શકતા તેવો ને રેલ્વેસ્ટેશન કે ભાંખરીયા વિસ્તાર મા આવવુ પડે છે ત્યારે હાલતો ગંદકી ને લઈ ને રોગચાળો ફેલાય તે પહેલા સત્વરે પેએન્ડ યુઝ બહાર તથા બાજુમા આવેલ શૌચાલય સાફ-સફાઈ હાથ ધરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે જવાબદાર તંત્ર ગરમી ની મીઠી નિદ્રા તોડશે કે પછી હોતા હે ચલતા હૈ જેવી સ્થિત જાવા મળશે એતો હવે જોવુ રહ્યુ

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: