fbpx

…હવે પુરીમાં કોંગ્રેસને ઝટકો, ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈનકાર કરી ટિકિટ પરત કરી

Spread the love

લોકસભા ચૂંટણી-2024 માટે અત્યાર સુધીમાં માત્ર બે તબક્કાનું મતદાન થયું છે, પરંતુ સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસને સતત આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત અને ઈન્દોર પછી હવે ઓડિશાની હોટ સીટ ગણાતા પુરીથી કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. કોંગ્રેસે પુરી લોકસભા સીટ પરથી સુચરિતા મોહંતીને ટિકિટ આપી હતી. સુચરિતાએ તેમની ટિકિટ પરત કરી છે અને ઉમેદવારી પાછી ખેંચી છે. કોંગ્રેસ માટે આ મોટો ફટકો છે. અહીં તમને જણાવી દઈએ કે, આ સીટ પરથી BJPના દિગ્ગજ નેતા સંબિત પાત્રા પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. સુચરિતાનું નામ પાછું ખેંચવાથી સંબિત પાત્રાનો રસ્તો સરળ થઈ શકે છે.

ઓડિશામાં પુરી લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ કહ્યું, ‘મેં ચૂંટણી લડવા માટે જાહેર ભંડોળની મદદ લીધી… મારા પ્રચારમાં ઓછામાં ઓછો ખર્ચ કરવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં હું આર્થિક રીતે સંઘર્ષ કરવાનું ચાલુ રાખ્યું અને અસરકારક ચૂંટણી ઝુંબેશની સરખી રીતે જાળવણી કરી શકી નહીં.

સુચરિતા મોહંતીએ કહ્યું, ‘મને પાર્ટી તરફથી ફંડ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. વિધાનસભા મતવિસ્તારોમાં નબળા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. BJP અને BJD પૈસાના પહાડ પર બેઠા છે. આ મારા માટે મુશ્કેલ હતું. દરેક જગ્યાએ સંપત્તિનું અશ્લીલ પ્રદર્શન થઈ રહ્યું છે. હું આવી સ્પર્ધા કરવા માંગતી નથી. હું લોકોલક્ષી અભિયાન ઇચ્છતી હતી પરંતુ ભંડોળના અભાવે તે શક્ય બન્યું ન હતું. આ માટે કોંગ્રેસ પણ જવાબદાર નથી. BJP સરકારે પક્ષને પંગુ બનાવી દીધો છે. ખર્ચ પર ઘણા નિયંત્રણો છે. મને પુરીમાં જનતા તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. તેઓ પરિવર્તન ઈચ્છે છે.’

સુરત અને ઈન્દોર પછી ઓડિશાના હોટ સીટ પુરીમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભંડોળના અભાવનો ઉલ્લેખ કરીને, ઓડિશાની પુરી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતી મતદાન પહેલા જ મેદાન છોડી ગયા છે. તેમણે કોંગ્રેસને ટિકિટ પરત કરી છે. આ પહેલા ગુજરાતના સુરત અને મધ્યપ્રદેશની ઈન્દોર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. સુરતમાં પણ BJPના ઉમેદવાર વિજયી જાહેર થયા હતા.

સુચરિતા મોહંતીએ આ સંબંધમાં કોંગ્રેસના મહાસચિવ KC વેણુગોપાલને પત્ર લખીને તેમના નિર્ણયની જાણકારી આપી છે. લોકસભા ચૂંટણીની ઉમેદવારી ટિકિટ પરત કરતી વખતે, પુરીથી કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ સંગઠન મહાસચિવ KC વેણુગોપાલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, તેમને પાર્ટી દ્વારા ચૂંટણી લડવા માટે આપવામાં આવતી રકમ મને આપવામાં આવી નથી. પૈસાના અભાવે તે પ્રચાર કરી શકતી નથી. પુરી લોકસભા સીટ માટે 25 મેના રોજ મતદાન થવાનું છે, તે પહેલા જ કોંગ્રેસને આ ફટકો પડ્યો છે.

error: Content is protected !!
%d bloggers like this: