fbpx

147 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવનાર પૂનમ માડમનો બિઝનેસ શું છે?

Spread the love

ભાજપે લોકસભા 2024માં જામનગરની બેઠક પરથી પૂનમ માડમની ત્રીજી વખત ટિકિટ આપી છે. પૂનમ માડમ ગુજરાતના સૌથી ધનિક સાંસદ છે. તેમણે કરેલી એફિડેવીટમાં તેમની પાસે કુલ 147 કરોડ રૂપિયાની સંપત્તિ છે. વર્ષ 2019માં તેમની પાસે 42.9 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. પૂનમ માડમનો બિઝનેસ શું છે તે વિશે તેમના સોંગદનામામાં સ્પષ્ટ ઉલ્લેખ નથી.

Khabarchhe.Comએ તેમના બિઝનેસ વિશે જાણવાની કોશિશ કરી હતી તો જાણવા મળ્યું છે કે તેમનો મુખ્ય બિઝનેસ કન્સ્ટ્રકશન અને જમીન લે-વેચનો છે, મતલબ કે તેઓ રિયલ એસ્ટેટના બિઝનેસમાં છે. પરંતુ તેમનો બિઝનેસ જામનગરમાં નથી નોઇડામાં છે. નોઇડામાં તેમના પતિ પરમિન્દર કુમાર આઇટી, કોમ્યુનિકેશન સહિત અનેક બિઝનેસ સાથે જોડાયેલા છે.

નમ માડમ પોતે રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા હેમંત માડમ 4 વખત અપક્ષ ધારાસભ્ય રહ્યા છે અને તેઓ બાહુબલી અને ધનવાન નેતા કહેવાતા હતા.

error: Content is protected !!
%d bloggers like this: