fbpx

મનોજ તિવારી કહે MI હારે-જીતે કંઈ ફરક નથી પડતો, પંડ્યાના કર્યા વખાણ

Spread the love

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપની હાલમાં ચારેબાજુ ટીકા થઈ રહી છે, મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ તો તેની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી રહ્યા છે. કારણ કે આખી સિઝનમાં તેના નિર્ણયો અને વર્તન ફેન્સને પસંદ આવ્યું નથી, પરંતુ બીજી બાજુ હાર્દિક પંડ્યાને સપોર્ટ પણ અમુક લોકો કરી રહ્યા છે, જેમાં પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીનો પણ સમાવેશ થાય છે.

મનોજ તિવારીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, મને એ વાતથી કોઈ મતલબ નથી કે મુંબઈ ઈન્ડિયન્સ હારે કે જીતે, પરંતુ એ સારી વાત છે કે હાર્દિક પંડ્યા સારી લાઈન-લેન્થમાં બોલિંગ કરી રહ્યો છે, જે ભારતીય ટીમ માટે મહત્ત્વપૂર્ણ છે.

આ સિવાય મનોજ તિવારીએ બૂમરાહના વખાણ કરતા કહ્યું હતું કે, ભારતની વર્લ્ડ કપ ટીમમાં શામેલ બૂમરાહ અત્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. પંડ્યાની જગ્યાએ બૂમરાહને કેપ્ટન બનાવવો મુંબઈ ઈન્ડિયન્સ માટે યોગ્ય નિર્ણય રહ્યો હોત.

મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માંથી બહાર થનારી પહેલી ટીમ બની ગઈ છે. કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 24 રનથી હારી ગયેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની હાલમાં ફેન્સ ટીકા કરી રહ્યા છે. આ IPLની સીઝનમાં તે પહેલી મેચથી જ લોકોની નજરમાં રહ્યો હતો. એના અટપટા નિર્ણયોને કારણે મુંબઈને વધુ નુકસાન ઉઠાવવું પડ્યું હોય એવું કહેવાય છે.

કોલકાતા સામે મળેલી હાર બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, બોલરોએ આ પીચ પર શાનદાર પ્રદર્શન કર્યું, જો હું ખોટો ન હોવ તો બીજી ઈનિંગમાં ઝાકળને કારણે વિકેટ સારી થઈ ગઈ હતી. અમારે જોવું પડશે કે અમે શું સારું કરી શકતા હતા. રમતમાં સંઘર્ષ તો ચાલુ રહે છે. હું પણ મારા ટીમના ખેલાડીઓને એ જ કહું છું. આ પડકારજનક છે અને રમતમાં પડકાર મને પસંદ છે. KKRની સામેની હાર અંગે હાર્દિકે કહ્યું- હારનું કારણ શોધવામાં થોડો સમય લાગશે.

error: Content is protected !!
%d bloggers like this: