fbpx

હજુ આટલા દિવસ કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહેજો

Spread the love

ગુજરાતમાં હજુ 2 દિવસ કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે કહ્યું છે કે હજુ 5અને6 મે એમ 2 દિવસ સખત ગરમી પડશે. 5થી 7 મે સુધી આખા ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, 10 મેથી 14 મે સુધી ગુજરાતમાં વંટોળ સાથે વરસાદ પડશે.

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, 10 મેથી 14 મે દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વંટોળ સાથે વરસાદ પડશે. એ પછી 8થી 14 જૂન દરમિયાન પણ ગુજરાતમાં વંટોળ સાથે વરસાદ પડશે.

તંત્રએ લોકોને ગરમીના સમય ગાળા દરમિયાન સાવચેતી રાખવા કહ્યું છે અને સલાહ આપી છે કે ઘરના લીંબુ સરબત, વરિયાળીનું સરબત, લસ્સી જેવા પીણાં પીવાથી રાહત મળશે. તરસ ન લાગી હોય તો પણ સમયાંતરે પાણી પીવીના સલાહ આપવામાં આવી છે.

error: Content is protected !!
%d bloggers like this: