fbpx

પ્રાંતિજ ખાતે ભાજપ મહિલા ઉમેદવાર નો રોડ શો યોજાયો

Spread the love

પ્રાંતિજ ખાતે ભાજપ મહિલા ઉમેદવાર નો રોડ શો યોજાયો
– ભવ્ય રોડ શો યોજાયો ધારાસભ્ય ,  પૂર્વ ધારાસભ્ય સહિત ભાજપ કાર્યકરો સર્મથકો જોડાયા
– ઠેરઠેર ફુલહાર પહેરાવી શોભનાબેન નુ સ્વાગત કરવામા આવ્યુ
               


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ભાજપ દ્રારા ભવ્ય રોડ શો યોજાયો જેમા ભાજપ ના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયા નુ ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ અને શોભનાબેન તુમ આગે બડો હમ તુ મારે સાથે હૈ ના સુર જોવા મલ્યા


   લોકસભાની ચુંટણી ને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેર ભાજપ તથા તાલુકા ભાજપ દ્રારા પ્રાંતિજ ખાતે લોકસભાના ભાજપ ના મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા નો રોડ શો નુ આયોજન કરવામા આવુ હતુ જેમા પ્રાંતિજ ભાજપ કાર્યાલય થી રોડ શો યોજાયો હતો જેમા પ્રાંતિજ ભાજપ કાર્યાલય થી એપ્રોચરોડ ,ભાંખરીયા બસસ્ટેશન , હનુમાન ચોક , સોનીવાડા નાકા , હઠીલા હનુમાન , દેસાઇ ની પોળ , ગુજ્જર ની પોળ , બજારચોક થઈ નાની ભાગોળ થઈ પરત ભાજપ ચુંટણી પ્રચાર કાર્યાલય સુધી રોડ શો યોજાયો હતો જેમા ભાજપ ના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયા નુ ઠેરઠેર ફુલહાર શ્રીફળ દ્રારા સ્વાગત કરવામા આવ્યુ હતુ અને શોભનાબેન બેન તુમ આગે બડો હમ તુ મારે સાથ હે ના સુર જોવા મલ્યા હતા તો વેપારીઓ તથા બજાર મા રહેતા રહીશો તથા વ્હોરવાડ ખાતે મુસ્લિમ બિરાદરો દ્રારા પણ શોભનાબેન બારૈયા નુ સ્વાગત કર્યુ હતુ તો રોડ શો મા હજારો ની સંખ્યામા લોકો બાઇક સાથે જોડાયા હતા તો રોડ શો મા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , શહેર પ્રમુખ નિત્યાનંદ ભાઇ બ્રહ્મભટ્ટ , નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગીરીશભાઇ પટેલ , પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ , નિકુંજભાઇ રામી , મહેશભાઇ મકવાણા ,સહિત ભાજપ હોદ્દેદારો , કાર્યકરો વિવિધ મોરચા ના હોદ્દેદારો , આગેવાનો ભાજપ સર્મથકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: