fbpx

રણબીર કપૂરે દોઢ વર્ષ નથી ખાધી રોટલી! ટ્રેનરે જણાવ્યું તેની ફિટનેસનું રહસ્ય

Spread the love

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને પોતાની ફીટનેસને લઈને ચર્ચામાં રહે છે.રણબીરની સ્ટાઈલિંગ, પર્સનાલિટી અને લુકના ઘણા બધા ફેન છે અને તેને ઘણા લોકો ફોલો પણ કરે છે. આજે, અહીં રણબીરના ફિટનેસ વિશે માહિતી આપવામાં આવી છે. રણબીરના ફિટનેસ કોચ શિવોહમ (દીપેશ ભટ્ટ)એ તેના ફિટનેસના સિક્રેટ જણાવ્યા છે.

સેલિબ્રિટી ફિટનેસ કોચ શિવોહમ ક્રોસફિટ જિમનો ફાઉન્ડર અને સેલિબ્રિટી ટ્રેનર છે. તે અર્જુન કપૂર, અભિષેક બચ્ચન, સોનાક્ષી સિંહા, આમિર ખામ વગેરે સ્ટાર્સને ટ્રેનિંગ આપી ચુક્યો છે. 2003માં રીલિઝ થયેલી મુવી ‘કલ હો ના હો’માં શિવોહમે DJ બેની દયાલનું કેરેક્ટર પ્લે કર્યું હતું. ઓસ્ટ્રેલિયામાં તેણે પોતાના સ્ટ્રગલના દિવસોમાં હોટેલમાં વાસણ સાફ કર્યા હતા અને ઘણીવાર ઝાડુ પણ માર્યું હતું.

શિવોહમે જણાવ્યું કે, હું લગભગ 1.5 વર્ષથી રણબીરને ટ્રેનિંગ આપી રહ્યો છું. તે હાલ મેન્ટેનન્સ પર છે એટલે કે તે હાલ કોઈ પ્રોજેક્ટ માટે તૈયારી નથી કરી રહ્યો, તે માત્ર પોતાને ફિટ રાખવા માટે એક્સરસાઈઝ અને ડાયર ફોલો કરી રહ્યો છે. ‘બ્રહ્માસ્ત્ર’ મુવી માટે પણ મેં જ રણબીરને ટ્રેનિંગ આપી છે.

શિવોહમ કહે છે, રણબીરને હું છેલ્લાં 1.5 વર્ષથી ટ્રેનિંગ આપી રહ્યો છું. તે પોતાની ડાયટને લઈને ખૂબ જ સ્ટ્રિક્ટ છે. ઘણા લોકોને લાગે છે કે, તે કપૂર ખાનદાનમાંથી આવે છે તે તેનું ખાવાનું વેરાયટીવાળું હશે, જેમા વિવિધ પ્રકારના વ્યંજન સામેલ હોતા હશે. પરંતુ, એવુ નથી. રણબીરનું ભોજન હંમેશાંથી જ ખૂબ જ ક્લીન રહ્યું છે. તેને સ્વીટ પસંદ નથી, ફ્રાઈડ ફૂડ પસંદ નથી અને બહારનું ખાવાનું પણ પસંદ નથી. તે હંમેશાં ઘરે બનેલું સાદું-સિંપલ ખાવાનું જ પસંદ કરે છે. તમને વિશ્વાસ નહીં થશે કે રણબીર ચીટ ડે વાળા દિવસે પણ માત્ર બર્ગર જ ખાય છે, કારણ કે તેને બર્ગર ખૂબ જ પસંદ છે.

તે પોતે પોતાની ડાયટને લઈને ખૂબ જ સીરિયસ રહે છે. તે લો-કાર્બ ડાયટ લે છે. સવારે બ્રેકફાસ્ટમાં ઈંડા, પ્રોટીન શેક, બ્રાઉન બ્રેડ લે છે. લંચમાં બ્રાઉન રાઈસ, ચિકન, દાળ અને લીલા શાકભાજી લે છે. ડિનર તેનું ખૂબ જ હળવુ હોય છે.

રણબીરને રોટલી પસંદ નથી અને તે તેને ડાયટમાં પણ સામેલ નથી કરતો. જો રોટલીની વાત કરીએ તો જ્યારથી હું તેને ટ્રેનિંગ આપી રહ્યો છે, ત્યારથી તેણે રોટલી નથી ખાધી. રોટલીની જગ્યાએ તે બ્રાઉન રાઈસ, ટોસ્ટ, બિરીયાની ખાય છે. સપ્લીમેન્ટની વાત કરીએ તો રણબીર વ્હે પ્રોટીન, ગ્લૂટામાઈન, મલ્ટીવિટામિન સપ્લીમેન્ટ લે છે.

શિવોહમ કહે છે, રણબીર સમયનો ખૂબ જ પાબંધ છે અને જો છેલ્લાં 18 મહિનાની વાત કરીએ તો જરૂરી કામ આવવા પર રણબીરે માત્ર 2-3 દિવસ જ વર્કઆઉટ છોડ્યું હશે. રણબીર દરરોજ એક્સરસાઈઝ કરવા આવે છે અને ખૂબ જ હેવી લિફ્ટ કરે છે. સમયની સાથે રણબીરે સ્ટ્રેંથ સારી વધારી લીધી છે, જેના કારણે તેને હેવી વજન ઉઠાવવામાં મુશ્કેલી નથી પડતી.

જો ટ્રેનિંગની વાત કરીએ તો, રણબીરને સ્ટ્રેંથ ટ્રેનિંગ ખૂબ જ પસંદ છે આથી મેં તે અનુસાર તેનો ટ્રેનિંગ પ્લાન તૈયાર કર્યો છે. રણબીર અઠવાડિયામાં 6 દિવસ સ્ટ્રેંથ ટ્રેનિંગ કરે છે, જે સાથે ક્યારેક-ક્યારેક ફંક્શનલ ટ્રેનિંગ પણ કરે છે. અઠવાડિયામાં 1 દિવસ રેસ્ટ કરે છે. 

શિવોહમ કહે છે, જો રણબીરની ફિટનેસની વાત કરીએ તો તેનું ફિટનેસ માટે ડેડિકેશન જ તેનું સૌથી મોટું ફિટનેસ સિક્રેટ છે. રણબીરને એ ખૂબ જ સારી રીતે ખબર છે કે, કેમેરા દરેક બારીક વસ્તુને પકડી લે છે. જો તે પોતાને કદાચ ચીટ કરી પણ લે પણ કેમેરો સાથે ચીટ નહીં કરી શકશે. ફેસ ફેટ હોય કે પછી ઉંઘ પૂરી ના થવાના કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ, કેમેરા દરેક વસ્તુને પકડી લે છે. આથી, તે હંમેશાં એ બાબતનું ખાસ ધ્યાન રાખે છે. પૂરતી ઉંઘ, ક્લીન ડાયટ, વર્કઆઉટ, બોડી હાઈડ્રેશન જ તેનું ફિટનેસ સીક્રેટ છે.

error: Content is protected !!
%d bloggers like this: