fbpx

અક્ષય કુમારની ‘જોલી LLB 3’ શૂટિંગ શરૂ થતાં જ વિવાદમાં ફસાઈ ગઈ

Spread the love

થોડા દિવસો પહેલા અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ જોલી LLB 3નું શૂટિંગ શરૂ થયું હતું. નિર્માતાઓએ અજમેરમાં ફિલ્મનું પ્રથમ શેડ્યૂલ શરૂ કર્યું હતું. હવે ત્યાંની કોર્ટમાં ફિલ્મ અને તેના નિર્માતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદીનું કહેવું છે કે આ ફિલ્મ વકીલો અને ન્યાયતંત્રની મજાક ઉડાવે છે અને તેમનું અપમાન કરવાનો પ્રયાસ કરે છે.

અજમેર જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ ચંદ્રભાન સિંહ રાઠોડે નિર્માતાઓ વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય ‘જોલી LLB’ના પહેલા અને બીજા ભાગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. એવું લાગે છે કે, ફિલ્મના નિર્માતાઓ, દિગ્દર્શકો અને કલાકારો દેશના બંધારણના ન્યાયતંત્રની ગરિમા અને પ્રતિષ્ઠાને બિલકુલ માન આપતા નથી. ‘જોલી LLB 3’નું શૂટિંગ અજમેરની DRM ઓફિસ સહિત આસપાસના ગામો અને વિસ્તારોમાં ચાલી રહ્યું છે, જે ઘણા દિવસો સુધી ચાલશે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ ફિલ્મના કલાકારો ન્યાયાધીશો સહિત ન્યાયતંત્રની ઈમેજ, પ્રતિષ્ઠા અને ગરિમાને લઈને બિલકુલ ગંભીર દેખાતા નથી.’

તેમનું કહેવું છે કે, આ કારણોસર ઓફિસમાં આવનારા કોઈને પણ ઓફિસમાં પ્રવેશવા દેવામાં આવતા નથી. ફિલ્મ સ્ટાર્સની સાથે આવેલા બાઉન્સરો લોકોને મારપીટ અને ધક્કા મુક્કી કરી રહ્યા છે. 2 મેથી સ્થિતિ વધુ ખરાબ છે, કારણ કે તે પછી અક્ષય કુમાર પણ આ ફિલ્મના શૂટિંગમાં જોડાયા છે.

તેમનું માનવું છે કે, બંને ભાગના આધારે ત્રીજા ભાગમાં પણ વાંધાજનક સામગ્રી બતાવવામાં આવશે. એટલે કે તેણે ફિલ્મની વાર્તા વાંચી નથી. આ મામલે અજમેર કોર્ટમાં 07 મેના રોજ સુનાવણી થશે. અક્ષય અને અરશદ જોલી ‘જોલી LLB 3’માં સાથે આવી રહ્યા છે. ફિલ્મના શૂટિંગની ઘોષણા કરતાં નિર્માતાઓએ પ્રોમો રિલીઝ કર્યો. ત્યાં બતાવવામાં આવ્યું હતું કે બંને જોલીઓ તેમનામાંથી અસલી કોણ છે તેના પર લડી રહ્યા છે.

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, પહેલા બે જોલીના પાત્રો એકબીજા સાથે ટકરાશે. તે પછી કોઈ કારણસર બંને સાથે આવશે. અગાઉ એ સ્પષ્ટ ન હતું કે, અગાઉની બે ફિલ્મોના પાત્રો ત્રીજા ભાગ માટે પરત આવશે કે નહીં, પરંતુ તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે, હુમા કુરેશી પણ ‘જોલી LLB 3’નો ભાગ છે. હુમાએ ‘જોલી LLB 2’માં પુષ્પા નામનું પાત્ર ભજવ્યું હતું. હુમા પણ શૂટિંગ માટે અજમેર પહોંચી હતી. ‘જોલી LLB 3’ 2025ના શરૂઆતના મહિનામાં રિલીઝ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મ જોલી LLB 3 માટે અજમેરમાં DRM ઓફિસમાં સેશન કોર્ટ બનાવવામાં આવી છે. રેલવેને તેના ભાડામાંથી આશરે રૂ. 27 લાખની આવક થવાની ધારણા છે.

error: Content is protected !!
%d bloggers like this: