fbpx

‘લોકોનો વિશ્વાસ ઉઠી જશે’, આ કેસમાં CJI ચંદ્રચુડની મોટી ટિપ્પણી

Spread the love

બંગાળ શાળા સેવા આયોગની લગભગ 25,000 નિમણૂકોને રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી. આ સમયગાળા દરમિયાન, દેશના મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે પશ્ચિમ બંગાળ સરકારને કડક પ્રશ્નો પૂછ્યા. CJIએ શરૂઆતમાં બંગાળ સરકારને પૂછ્યું કે, તેમણે શા માટે વધારાની પોસ્ટ્સ બનાવી અને વેઇટલિસ્ટ ઉમેદવારોની નિમણૂક કેમ કરી, જ્યારે પસંદગી પ્રક્રિયાને કોર્ટમાં પડકારવામાં આવી હતી.

હાઈકોર્ટના આદેશની નોંધ લેતા, બંગાળ સરકારના વકીલ નીરજ કિશન કૌલે પૂછ્યું, ‘શું આ પ્રકારના આદેશને યોગ્ય રાખી શકાય છે?’ તેમણે કહ્યું, ‘ આ CBIનો કેસ પણ નથી કે, 25,000 નિમણૂંકો ગેરકાયદે છે?” શિક્ષક અને બાળકોનો ગુણોત્તર, બધું જ ગડબડ થઈ ગયું છે.’

વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ, શાળા સેવા આયોગ તરફથી હાજર થતાં દલીલ કરી હતી કે, હાઇકોર્ટની બેન્ચ પાસે નોકરીઓ રદ કરવાનો અધિકાર નથી અને તેના આદેશો આ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયોની વિરુદ્ધ છે. જ્યારે CJI એ પૂછ્યું કે શું OMR શીટ્સ અને આન્સર શીટ્સની સ્કેન કરેલી નકલો નષ્ટ કરી દેવામાં આવી છે, તો તેમણે હકારાત્મક જવાબ આપ્યો. આ દરમિયાન CJIએ પૂછ્યું કે, ‘આટલી સંવેદનશીલ બાબત’ માટે ટેન્ડર કેમ બહાર પાડવામાં ન આવ્યું.

CJIએ પછી પૂછ્યું કે, આ શીટ્સની ડિજિટલ નકલો રાખવાની કમિશનની ફરજ છે. આ દરમિયાન, સ્કૂલ સર્વિસ કમિશનના વકીલ જયદીપ ગુપ્તાએ જવાબ આપ્યો કે, તે એ એજન્સી પાસે છે જેને આના માટે કામ સોંપવામાં આવ્યું હતું. આના પર CJIએ પૂછ્યું, ‘ક્યાં? CBIને તે મળ્યું નથી. તે એજન્સી છે. તે તમારી પાસે નથી. શું આનાથી મોટો સુરક્ષા પ્રોટોકોલનો ભંગ થઈ શકે છે?’ CJIએ કહ્યું કે, તેમને ફક્ત સ્કેનિંગના કામ માટે રાખવામાં આવ્યા હતા, પણ તમે તેમને તમામ ડેટા રાખવા આપી દીધા, તમે એમ ન કહી શકો કે, તેઓએ તે લઇ લીધા છે, લોકોનો ડેટા રાખવા માટે તમે જવાબદાર છો.’

CJIએ પછી પૂછ્યું કે, શું પંચે RTI અરજદારોને ખોટી રીતે કહ્યું હતું કે, ડેટા તેની પાસે છે. ‘કોઈ ડેટા (તમારી પાસે) બિલકુલ નથી.’ આના પર વકીલે જવાબ આપ્યો, ‘આવું હોય શકે છે.’ જ્યારે તેમણે પૂછ્યું કે, શું હાઈકોર્ટના નિર્દેશો વાજબી છે, ત્યારે CJIએ જવાબ આપ્યો, ‘પરંતુ આ પ્રણાલીગત છેતરપિંડી છે. આજે જાહેર નોકરીઓ અત્યંત દુર્લભ છે, અને તેને સામાજિક ગતિશીલતાના એક સ્વરૂપ તરીકે જોવામાં આવે છે. જો તેઓ તેમની નિમણૂકોથી પણ  દૂર થઈ જાય, તો સિસ્ટમમાં શું રહી જાય છે? લોકોનો વિશ્વાસ ઉઠી જશે તેમાંથી, તમે આ કેવી રીતે સ્વીકાર કરશો?’

પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ જણાવ્યું હતું કે, પંચની તરફથી અનિયમિતતા અંગે હાઈકોર્ટના નિર્ણયમાં કંઈ નથી. ‘જો આપણે વચ્ચે એક પેઢી ગુમાવી દેશું, તો આપણે ભવિષ્ય માટે વરિષ્ઠ મુખ્ય શિક્ષકો અને પરીક્ષકોને ગુમાવીશું. એ ધ્યાનમાં રાખો કે, તેમાંથી ઘણાને કોઈ સૂચના મળી નથી. તેમણે કહ્યું કે, જ્યારે તમને માથાનો દુખાવો થાય છે, ત્યારે તમે તમારું આખું માથું નથી પકડતા. CJIએ કહ્યું કે, તેઓ લંચ માટે બેંચ ઉઠે તે પહેલા તેના પર વિચાર કરશે.

ગયા અઠવાડિયે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો, જેમાં CBIને શિક્ષક ભરતી કૌભાંડના સંબંધમાં બંગાળ સરકારના અધિકારીઓની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં તેમણે 25,000થી વધુ ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની નિમણૂંકો રદ કરવા તેને રોકવા ઇનકાર કર્યો હતો. અદાલતે એ પણ પૂછ્યું હતું કે, શું હાલની સામગ્રીના આધારે માન્ય અને ગેરકાયદેસર નિમણૂકોને અલગ પાડવાનું શક્ય છે, રાજ્ય સરકારે દલીલ કરી હતી કે, હાઇકોર્ટે ‘મનસ્વી રીતે’ નિમણૂંકોને રદ કરી હતી.

error: Content is protected !!
%d bloggers like this: