fbpx

UPમાં લવ જેહાદ પર થશે આજીવન કેદ, યોગી સરકારે વિધાનસભામાં રજૂ કર્યું બિલ

Spread the love

ઉત્તર પ્રદેશની યોગી સરકારે હવે લવ જિહાદ પર કાયદો વધુ સખત કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રકરના ગુના પર હવે આજીવન કેદની સજા થશે. તેની સાથે જોડાયેલું બિલ યોગી સરકારે સોમવારે સદનમાં રજૂ કર્યું. આ બિલમાં ઘણા ગુનાઓમાં સજા બેગણી સુધી વધારી દેવામાં આવી. લવ જિહાદ હેઠળ નવા અપરાધ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ બિલમાં વિધિ વિરુદ્ધ ધર્મ પરિવર્તન માટે ફંડિંગને પણ કાયદા હેઠળ ગુનાના દાયરામાં લાવવાની તૈયારી છે.

લવ જિહાદ વિરુદ્ધ 2020માં યોગી સરકારે પહેલો કાયદો બનાવ્યો હતો, જેને વધુ સખત કરવાનો વટહુકમ સોમવારે રજૂ કરવામાં આવ્યો. તેને આજે સદનમાં પાસ કરાવી શકાય છે. ઉત્તર પ્રદેશ સરકારે આ અગાઉ વિધાનસભામાં ધર્મ પરિવર્તન પ્રતિષેધ બિલ 2021 પાસ કરવામાં આવ્યું હતું. આ બિલમાં 1-10 વર્ષ સુધીની સજાનું પ્રાવધાન હતું. આ બિલ હેઠળ માત્ર લગ્ન માટે કરવામાં આવેલું ધર્મ પરિવર્તન અમાન્ય હશે. ખોટું બોલીને, છળ કરીને ધર્મ પરિવર્તનને ગુનો માનવામાં આવશે.

સ્વેચ્છાથી ધર્મ પરિવર્તન મામલે 2 મહિના અગાઉ મેજીસ્ટ્રેટને બતાવવું પડશે. બિલ મુજબ, બળજબરીપૂર્વક કે છળથી ધર્મ પરિવર્તન માટે 15000 રૂપિયા સાથે જ 1-5 વર્ષની જેલની સજાનું પ્રાવધાન હતું. જો દલિત છોકરી સાથે એમ થાય છે તો 25000 રૂપિયા દંડ સાથે 3-10 વર્ષની જેલની સજાનું પ્રાવધાન હતું. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર તરફથી ધર્મ પરિવર્તન કાયદો બનાવવાને લઇને પહેલા જ કહેવામાં આવ્યું છે કે એ રાજ્ય સરકારોનો મામલો છે અને એ રાજ્યની સરકારોએ જ નક્કી કરવું પડશે.

રાજ્યમાં લવ જિહાદની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણી વખત આ મામલે સખ્તાઇ રાખવાના નિર્દેશ જાહેર કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે ખોટું બોલીને હિન્દુ છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવવાની ઘટનાઓને સહન નહીં કરવામાં આવે. વર્ષ 2023માં લખનૌમાં મોહનલાલગંજમાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી હતી. અહી એક હિન્દુ પરિવારે જોયું કે તેમની છોકરી નમાજ વાંચી રહી હતી. ઘરના લોકો તેને જોઇને સુન્ન રહી ગયા.

છોકરી સાથે સખ્તાઇથી પૂછપરછ બાદ ખબર પડી એ તેણે એક મુસ્લિમ છોકરા સાથે નિકાહ કરી લીધા હતા. તેણે તેનું ધર્મ પરિવર્તન પણ કરાવી દીધું છે. ત્યારબાદ પરિવારજનોએ છોકરીનાઆ સામાનની તપાસ કરી તો અમન નામનો એક છોકરો તેના સંપર્કમાં છે. તેણે લખેલી ઘણી ચિઠ્ઠી મળી આવી. છોકરીના પરિવારજનોએ તેના પર દબાવ બનાવવાનો શરૂ કર્યો કે તે મુસ્લિમ છોકરાને છોડી દે, પરંતુ તેનું એટલું બ્રેનવોશ થઇ ચૂક્યું હતું કે તે ન માની. એક દિવસ ખબર પડી કે તે એ છોકરા સાથે ભાગી ગઇ. આ પ્રકારની ઘટનાઓ લખનૌ, બરેલી, બહરાઇચ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ વિસ્તારોમાં સામે આવી હતી.

error: Content is protected !!