fbpx

સ્કૂટીની ડિક્કીમાં હતું 50 લાખનું સોનું, બિરયાની ખાઇને પરત ફર્યો તો ગાડી જ ગાયબ

Spread the love

છત્તીસગઢના દુર્ગમાં 2 સરાફા વેપારીઓએ પોતાના મિત્રનું 50 લાખ રૂપિયાનું સોનું ચોરી કરી લીધું હતું. આ સોનું સ્કૂટીમાં હતું. જ્યારે આરોપીઓને ખબર પડી તો તેમણે સ્કૂટી જ ચોરી લીધી. આ અંગેની ફરિયાદ પોલીસને મળી તો કેસ નોંધીને આરોપીઓની જાણકારી મેળવી લેવામાં આવી. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને તેમના કબજામાંથી 750 ગ્રામ સોનાની 9 બિસ્કિટ જપ્ત કરી લીધી છે. દુર્ગના SP જિતેન્દ્ર શુક્લાએ જણાવ્યું કે, વૈશાલી નગરના રહેવાસી સાગર હિંમત જરેએ 25 જુલાઇના રોજ સુપેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની સ્કૂટી ચોરી થઇ ગઇ છે. સ્કૂટીની ડિક્કીમાં 50 લાખ રૂપિયાની કિંમતનું સોનું રાખેલું હતું.

આ ફરિયાદ મળ્યા બાદ પોલીસે ઘટનાની તપાસ કરી અને વાસ્તવિકતાની જાણકારી મેળવી હતી. પીડિતે પોલીસને જણાવ્યું કે, દુર્ગ સ્થિત JBR રિફાઇનરીમાં સોનું પિગળાવવાનું કામ કરે છે. 25 જુલાઇના રોજ પોતાની દુકાનથી સોનું લઇને સ્કૂટીની ડિકકીમાં રાખ્યું અને રાત્રે 9:00 વાગ્યે નીકળી પડ્યો. ત્યારબાદ તેણે સ્કૂટીને સુપોલા માર્કેટ સ્થિત અન્સારી બિરયાની દુકાન સામે ઊભી કરી. જ્યારે તે ત્યાંથી ખાવાનું ખાઇને નીકળ્યો તો જોયું કે સ્કૂટી ગાયબ છે.

SPએ આ મામલે ક્રાઇમ બ્રાન્ચ અને સુપેલા પોલીસ ટીમને કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને રસ્તાઓમાં લાગેલા CCTVની ફૂટેજ શોધી. CCTV ફૂટેજમાં ખબર પડી કે ઘટનાસ્થળ પર એક બાઇક પર સવાર થઇને 2 લોકો પહોંચ્યા હતા. એ લોકોએ રેનકોટ પહેરી રાખ્યો હતો. એ બંનેએ જ સ્કૂટી ચોરી કરી લીધી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે ઘટનાને 45 વર્ષીય નરેશ સોની અને 38 વર્ષીય આનંદ સોનીએ અંજામ આપ્યો છે.

પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી હતી, પરંતુ બીજો આરોપી ઘટના બાદ મધ્ય પ્રદેશના સિહોર રુદ્રાભિષેક કરવા ગયો હતો. જેવો જ તે પરત ફર્યો તો પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી. SPએ કહ્યું કે, સુપેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 25 જુલાઇની રાત્રે 9:00 વાગ્યે એક સ્કૂટી ચોરી થઇ ગઇ હતી. જેની ફરિયાદમાં પીડિતે કહ્યું હતું કે સ્કૂટીમાં લગભગ 750 ગ્રામ સોનું રાખ્યું હતું. ફરિયાદ બાદ પોલીસે તપાસ કરી અને 2 આરોપીઓની ધરપકડ કરી લીધી. તેમની પાસેથી 750 ગ્રામ સોનું, જે 49-50 લાખ રૂપિયાનું હતું. એ જપ્ત કરવામાં આવ્યું છે.

error: Content is protected !!