fbpx

આ ગુજરાતનું વિકાસ મોડલ છે કે ખાડા મોડલ, વરસાદમાં મોટા મોટા ભૂવા પડી ગયા

Spread the love

વિકસિત ગુજરાત, ગુજરાત મોડલના દુનિયાભરમાં બણગાં ફુંકવામાં આવે છે, પરંતુ એક વરસાદ પડતાની સાથે રાજ્યના રસ્તાઓમાં મોટા મોટા ખાડા કે ગાબડાં પડી જાય છે. વરસાદમાં ગુજરાતના વિકાસની પોલ ખુલી જાય છે. પ્રી- મોન્સુન કામગીરીના નામે કરોડા રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ એ માત્ર કાગળ પર હોય તેવું દેખાઇ રહ્યું છે.

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં ચોમાસાના વરસાદને કારણે અનેક વિસ્તારોના રસ્તા ક્યાં તો તુટી ગયા છે, ક્યાં તો મોટા ખાડા પડી ગયા છે અથવા મોટા મોટા ભૂવા પડી ગયા છે. પાછા રસ્તા રિપેરીંગના નામે લાખો રૂપિયાનો ધૂમાડો થાય તે અલગ.

સરકારે હવે કડક હાથે પગલાં લઇને કોન્ટ્રાકટરો પાસેથી જ રસ્તા રિપેરીંગના પૈસા વસુલવા જોઇએ.

error: Content is protected !!