fbpx

અવિમુક્તેશ્વરાનંદ ગેનીબેનથી ખુશ, કહ્યું- તેઓ કોંગ્રેસના MP હતા,હવે 100 કરોડના…

Spread the love

જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ગુજરાતમાંથી જીતેલા કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરને સનાતન ધર્મના નેતા ગણાવ્યા છે. શંકરાચાર્યએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની તેમની માંગનો લોકસભામાં ઉલ્લેખ કરવા બદલ તેમની પ્રશંસા કરી છે. શંકરાચાર્યએ કહ્યું છે કે તેણે પોતાનું વચન પૂરું કર્યું છે.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે ગુજરાતના કોંગ્રેસના એકમાત્ર લોકસભા સભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા લોકસભામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો મુદ્દો ઉઠાવવા બદલ ખુશી વ્યક્ત કરી છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે, ચૂંટણી પહેલા ગેનીબેને જે વચન આપ્યું હતું. તે પૂર્ણ કર્યું છે. જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે, તેમની પાર્ટી લાઇનથી દૂર જઈને તેમણે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ લોકસભામાં ઉઠાવી છે. આવી સ્થિતિમાં તે હવે માત્ર તેના વિસ્તારની જ નહીં પરંતુ ભારતના 100 કરોડ સનાતન ધર્મીઓની પણ નેતા બની ગઈ છે.

2024ની લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર ગુજરાતની બનાસકાંઠા બેઠક પરથી જીત્યા હતા. 2014 અને 2019માં કોંગ્રેસ પાર્ટીને ગુજરાતમાં એક પણ બેઠક મળી ન હતી. બનાસકાંઠાની બેઠક 2024માં કોંગ્રેસના ખાતામાં આવી હતી. ગેનીબેન ઠાકોરે 5 ઓગસ્ટે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે ગેનીબેન ઠાકોરે પશુપાલન અને ગૌ રક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારપછી તેમણે લોકસભામાં જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની માંગનો ઉલ્લેખ કર્યો હતો. જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવા માટે પદયાત્રા કાઢી હતી. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે એક ગુજરાતી ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, ગેનીબેને સાબિત કર્યું કે, આખરે કોઈ તો છે, જે ગાય માતાનો અવાજ ઉઠાવી શકે છે.

ગેનીબેન ઠાકોરે લોકસભામાં કહ્યું હતું કે, પશુપાલકો ગાય અને અન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વીમો લે છે. આના પરથી 18 ટકા GST હટાવવો જોઈએ. ગેનીબેન ઠાકરે કહ્યું હતું કે, કતલખાનાના સંચાલકો પાસેથી ફંડ લેનારાઓના નામ પણ જાહેર કરવા જોઈએ. આ ઉપરાંત ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ગાયો અને અન્ય પશુઓ માટે ચારાની જમીનો આવેલી છે. જેને ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે. જેના કારણે પશુપાલકો અને જંગલી પશુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

error: Content is protected !!