fbpx

સમજો રાજ્યસભામાં કેમ ધનખડ પર રોષે ભરાયા જયા બચ્ચન, કેવી રીતે શરૂ થયો વિવાદ?

Spread the love

રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સભાપતિને ટોન પર સવાલ ઉઠાવ્યા. સભાપતિ જગદીપ ધનખડ રોષે ભરાયા અને અમર્યાદિત આચરણની સલાહ આપી. વિપક્ષી સભ્યોએ દાદાગીરી નહીં ચાલેગી’ના નારા લગાવતા વોક આઉટ કરી દીધું. રાજ્યસભામાં વિપક્ષના આચરણને અમર્યાદિત બતાવતા નિંદા પ્રસ્તાવ બાદ બપોરે 2:00 વાગ્યા સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી. આ આખા હોબાળાની શરૂઆત ક્યાંથી શરૂ થઈ?

રાજ્યસભામાં શૂન્યકાળની કાર્યવાહી પૂરી થયા બાદ પ્રશ્નકાળ શરૂ થવા અગાઉ વિપક્ષે મલ્લિકાર્જૂન ખરગેને લઈને ઘનશ્યામ તિવાડી તરફથી કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો ઉઠાવી દીધો. જયરામ રમેશે કહ્યું કે, કેટલીક આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી હતી. તેના પર તમે કહ્યું હતું કે રૂલિંગ આપશો. તેમને સવાલ કર્યો કે એ રૂલિંગ શું છે? તેના જવાબમાં સભાપતિ ધનખડે કહ્યું કે, મલિકાર્જૂન ખરગે અને ઘનશ્યામ તિવારી બંને જ મારા ચેમ્બરમાં આવ્યા હતા. એક એક વસ્તુ પર નજર નાખવામાં આવી.

તેમણે કહ્યું કે ઘનશ્યામ તિવાડીએ કહ્યું હતું કે જો કંઇ પણ આપત્તિજનક હોય તો હું સદનમાં માફી માગવા તૈયાર છું. ખરગેજી પણ તેના પર અસહમત હતા કે કંઇ પણ આપત્તિજનક નથી, એ સમયે સમજી ન શક્યો. મલ્લિકાર્જૂન ખરગેના વખાણ કરતા ઘનશ્યામ તિવારીએ શ્રેષ્ઠતમ વાતો કહી હતી. કંઇ પણ આપત્તિજનક નહોતું. તેના પર મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, આ વાતો સંદને પણ જાણવી જોઈએ. સભાપતિએ કહ્યું કે, ઘનશ્યામ તિવાડીએ સંસદીય ભાષામાં પોતાની વાતો કહી.

જયરામ રમેશે પણ માફી માગવાની માગણી કરી. તેના પર સભાપતિએ કહ્યું કે, પ્રશંસા માટે કોઈ માફી નથી માગતુ. તેઓ માફી નહીં માગે. તેના પર પ્રમોદ તિવારીએ કહ્યું કે, જે શબ્દ કહ્યા હતા, તેઓ પુનરાવર્તન કરવા માગતા નથી. જે ટોન હતી, એ વિપક્ષ નેતા માટે યોગ્ય નહોતી. જયરામ રમેશે કહ્યું કે, પરિવારવાદનો આરોપ હતો, પરિવારવાદની વાત હતી. સભાપતિએ કહ્યું કે, કોઈ ઇશ્યૂ છે તો તમે લેખિતમાં આપો.

રોષે ભરાયેલા સભાપતિએ જયરામ રમેશે નેમ કરવાની ચીમકી આપી. તેના પર અજય માકને કહ્યું કે શું નેમ કરી આપશો સર? એક વાત જે વિપક્ષ નેતા સાથે થઈ, એ વાત માટે નેમ કરી આપશો. તમે કહો છો હસી કેમ રહ્યા છો. હસી કેમ રહ્યા છો, બેઠા કેમ છો. હાથ જોડીને કહી રહ્યા છીએ પ્લીઝ એમ ન કરો. ત્યારબાદ વિપક્ષના સભ્ય એક એક કરીને બોલવા લાગ્યા. 

સભાપતિએ પહેલા તિરુચિ શિવાને બોલવાની મંજૂરી આપી. તિરુચિ શિવાએ જ્યારે પોતાની વાત પૂરી કરી તો સભાપતિએ જ્યારે અમિતાભ બચ્ચનનું નામ લીધું. સભાપતિએ એમ પણ કહ્યું કે, આ વિષય પર જયા બચ્ચન છેલ્લા વક્તા હશે. ત્યારબાદ આ વિષય ક્વીટ કરી દેવામાં આવશે. જયા બચ્ચને બોલવાની શરૂઆત કરી. કહ્યું કે, હું એક એક્ટર છું અને બોડી લેંગ્વેજ, એક્સપ્રેશન સમજુ છું. મને માફ કરજો સર. તમારી જે ટોન છે એ સારી નથી.

તેમણે કહ્યું કે, અમે લોકો કુલીગ છીએ, તમે ત્યાં છો. તમારી ટોન અસ્વીકાર્ય છે. તેના પર રોષે ભરાયેલા સભાપતિ કહ્યું કે, જયાજી તમે મહાન ઉપલબ્ધિ હાંસલ કરી છે. તમે જાણો છો કે એક એક્ટર, ડિરેક્ટરનો વિષય છે. હું રોજ પુનરાવર્તન કરવા માગતો નથી. સભાપતિએ કહ્યું કે, રોજ તમારી સકૂલિંગ કરવા માગતો નથી. તમારી ટોન લઈને વાત કરી રહ્યા છો? ખૂબ વધારે છે. હું સહન નહીં કરું. તમે કોઈ પણ હો, તમારે ડેકોરમ માનવો પડશે. તમે સેલિબ્રિટી હશો, પરંતુ ડેકોરમ માનવો પડશે.

error: Content is protected !!