fbpx

વિનેશ ફોગાટ કેસમાં સુનાવણી પૂરી, સકારાત્મક પરિણામની આશા, 3 કલાક સુધી ચાલી દલીલ

Spread the love

ઓલિમ્પિક ફાઇનલમાં અયોગ્ય કરાર આપવા વિરુદ્ધ ભારતીય પહેલવાન વિનેશની કોર્ટ ફોર ઓફ એર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)ના અડહોક ડિવિઝનમાં અપીલની સુનાવણી અહી પૂરી થઈ ગઈ છે અને ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)એ કહ્યું કે, તેને સકારાત્મક સમાધાનની અપેક્ષા છે. રમતો દરમિયાન વિવાદ સમાધાન માટે વિશેષ રૂપે સ્થાપિત કેસના અડહોક ડિવિઝને વિનેશ ફોગાટની અપીલ સ્વીકારી લીધી.

વિનેશ ફોગાટે ગોલ્ડ મેડાલિસ્ટ સારા એન હિલ્ડેબ્રાંટ વિરુદ્ધ ફાઈનલની સવારે 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે અયોગ્ય ઠેરવીને બહાર કરવા વિરુદ્ધ અપીલ કરી હતી. IOAએ એક નિવેદનમાં કહ્યું કે, ભારતીય ઓલિમ્પિક સંઘને આશા છે કે પહેલવાન વિનેશ ફોગાટ દ્વારા CASના અડહોક ડિપાર્ટમેન્ટ સમક્ષ તેના વજનમાં નિષ્ફળતા વિરુદ્ધ દાખલ અરજીનું સકારાત્મક સમાધાન થશે.

વિનેશ ફોગાટની જગ્યાએ ફાઇનલમાં ક્યૂબાની પહેલવાન યુસ્નેલિસ ગૂજમાન લોપેજ ઉતરી, જે સેમીફાઇનલમાં તેની સામે હારી ગઈ હતી. ભારતીય પહેલવાને પોતાની અપીલમાં લોપેજ સાથે સંયુક્ત સિલ્વર મેડલ આપવાની માગ કરી છે કેમ કે મંગળવારે પોતાની મેચો દરમિયાન તેનું વજન નિર્ધારિત સીમાની અંદર હતું. વિનેશ ફોગાટનો પક્ષ જાણીતા સીનિયર એડવોકેટ હરીશ સાલ્વે અને વિદુષ્પદ સિંઘાનિયાએ રાખ્યો. 

IOAએ કહ્યું કે, જો કે, કેસ અત્યારે વિચારાધીન છે તો IOA એટલું જ કહી શકે છે કે એકમાત્ર પંચ ડૉક્ટર અનાબેલ બેનેટ SC ST (ઓસ્ટ્રેલિયા)એ બધા પક્ષો વિનેશ ફોગાટ, યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ અને IOAની વાતો લગભગ 3 કલાક સાંભળી. આજે રાત્રે 9 વાગ્યા નિર્ણય આવી શકે છે. બધા સંબંધિત પક્ષીની સુનાવણી અગાઉ પોતાની વિસ્તૃત એફિડેવિટ જમા કરવાનો અવસર આપ્યો હતો. ત્યારબાદ મૌખિક દલીલ થઈ.

IOAએ કહ્યું કે, એકમાત્ર પંચે સંકેત આપ્યા કે આદેશનો કાર્યકારી હિસ્સો જલદી જ આવશે, જ્યારે વિસ્તૃત નિર્ણય બાદ સાંભળવવામાં આવશે. IOA અધ્યક્ષ પી.ટી. ઉષાએ સુનાવણી દરમિયાન સહયોગ અને દલીલો માટે સાલ્વે, સિંઘાનિયા અને સ્પોર્ટ કાયદાકીય ટીમનો આભાર માન્યો. ઉષાએ કહ્યું કે, IOA માને છે કે વિનેશ ફોગાટનો સાથ આપવાની ફરજ છે અને કેસનું પરિણામ ભાગે ગમે તે આવે, અમે તેની સાથે ઊભા છીએ. અમને તેની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. આ અગાઉ એડહોક ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે પરિણામ રવિવારે પેરિસ ઓલિમ્પિકના સમાપન અગાઉ આવી શકે છે.

error: Content is protected !!