ગુજરાતમાં અત્યારે આમ તો મેઘરાજાનું તોફાન શાંત છે, પરંતુ હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ફરી એકવાર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. ઓગસ્ટના અંત ભાગમાં વરસાદનું તોફાન જોવા મળી શકે છે. જો કે ત્યાં સુધીમાં ગુજરાતમાં છુટોછવાયો વરસાદ રહેશે.
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 5થી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાત પર કોઇ પણ ભારે સીસ્ટમ સક્રિય નથી. અરબ સાગર અને બંગાળની ખાડી નિષ્ક્રીય છે. પરંતુ 22 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં એક લો-પ્રેસર સક્રીય થશે અને તેની સાથે અરબ સાગરમાં એક અપર સરક્યુલેશન સક્રીય થશે. આ બંને સીસ્ટમને કારણે ગુજરાતના 80 ટકા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.ગોસ્વામીએ કહ્યું કે, કેટલાંક વિસ્તારોમાં અતિવૃષ્ટિ પણ થશે.