fbpx

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું

Spread the love

દેશના રાજકારણમાં છેલ્લાં 2 દિવસથી ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજકારણમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું ઝારખંડમાં પણ મહારાષ્ટ્રવાળી થશે? જે રીતે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર તોડી પાડવામાં આવી હતી તેવો ખેલ ઝારખંડમાં ચાલી રહ્યો છે.

ઝારખંડ મૂક્તિ મોર્ચા (JMM)ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ચંપઇ સોરેન ભાજપમાં જોડાઇ રહ્યા છે તેવી અટકળોએ જોર પકડ્યું છે, તેની પાછળના કારણો પણ છે.ચંપઇ સોરેને તેમના X પ્લેટફોર્મ પરની પ્રોફાઇલમાંથી JMMનું નામ હટાવી દીધું છે, તેમના ઘરેથી પણ JMMના ઝંડાઉ ઉતારી લેવામાં આવ્યા છે ચંપઇ સોરેન આજે દિલ્હી પહોંચેલા છે.

ચંપઇ સોરેને ભાજપમાં જોડાવવાની અટકળોને રદિયો પણ નથી આપ્યો. તેમની સાથે ઝારખંડના 6 ધારાસભ્યો પણ છે, જેમના ફોન સ્વીચ ઓફ થઇ ગયા છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન જ્યારે જેલમાં હતી ત્યારે ચંપઇ સોરેનને CMની જવાબદારી સોંપવામાં આવી હતી. જેલમાંથી બહાર આવીને હેમંત સોરેન ફરી CM બન્યા એ વાતથી ચંપઇ સોરેને નારાજ થયા છે.

error: Content is protected !!