fbpx

હરિયાણા વિધાનસભાનો સર્વે, કોણ સરકાર બનાવશે, ભાજપ કે કોંગ્રેસ?

Spread the love

ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે શુક્રવારે હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે, જે મુજબ 1 ઓકટોબરે મતદાન અને 4 ઓકટોબરે પરિણામ જાહેર થશે. મેટ્રિક્સ સર્વેક્ષણ એજન્સી અને ટાઇમ્સ નાઉએ હરિયાણામાં એક સર્વે કરાવ્યો છે, જેમાં લોકોને સવાલ પુછવામાં આવ્યો હતો કે CM ફેસ તરીકે કોને પસંદ કરશો? 29 ટકા લોકોએ હાલના મુખ્યમંત્રી નાયબ સૈની પર પસંદગી ઉતારી છે, જ્યારે 27 ટકાએ ભૂપેન્દ્ર હુડ્ડા અને 9 ટકાએ દુષ્યંત ચૌટાલા પર પસંદગી ઉતારી છે. 35 ટકા અન્યને પસંદ કરવામાં આવ્યા છે. ઉપરાંત સર્વેમાં ભાજપનો વોટ શેર35.02 ટકા, કોંગ્રેસનો 31.06 ટકા, જેજેપી 12.4 ટકા અને અન્યનો 20.8 ટકા રહેશે એવું કહેવામાં આવ્યું છે. મતલબ કે સર્વે મુજબ હરિયાણાં ફરી ભાજપની સરકાર બની શકે છે.

error: Content is protected !!