fbpx

પોલીસકર્મીએ ડિવોર્સ લીધા વગર બીજી સાથે લગ્ન કર્યા, સંતાન થતા બીજીને કાઢી મૂકી

Spread the love

ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં માતા અને દીકરીનું મિલન કરાવતો આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં એવું અવલોકન કર્યું કે, જો વ્યક્તિ સરકારી કર્મી હોય અને સર્વિલ લૉ લાગુ પડે તો ભલે કોઈ પણ ધર્મનો હોય પ્રસ્તુત કેસમાં રૂબિકા નામની અરજદાર મહિલાએ પોલીસ વિભાગમાં ફરજ અદા કરતા ફરહાન (નામ બદલ્યું છે) સાથે બીજા લગ્ન કર્યા હતા. પણ પતિએ પહેલી પત્નીને કોઈ રીતે છૂટાછેડા આપ્યા ન હતા. છતાં અરજદાર રૂહી (નામ બદલ્યું છે) સાથે લગ્ન કરી ફરીથી સંસાર માંડ્યો.

જેનાથી એમને ત્યાં એક બાળકીને જન્મ થયો.પછી રૂહી અને પતિ વચ્ચે મોટી માથાકુટ થઈ હતી. કારણ કે પતિ પહેલી પત્ની સાથે રહેવા માટે જતો રહ્યો હતો. જેના થોડા દિવસો બાદ જ બીજી પત્ની તરફથી જન્મેલી બાળકીની પતિએ કસ્ટડી લઈ લીધી હતી. 15 મહિનાની બાળકીની કસ્ટડી પરત મેળવવા રૂહીએ ગુજરાત હાઈકોર્ટ સામે આ અરજી કરી હતી. જેમાં કોર્ટે વચગાળાનો આદેશ કરી 15 મહિનાની બાળકીની કસ્ટડી ફરી અરજદાર રૂહીને સોપી. અહીં અરજદારની ઉંમર 31 વર્ષની છે. જ્યારે એનો પતિ ફરહાન 59 વર્ષનો છે. આણંદ ટ્રાફિક શાખામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ડ્યૂટી કરે છે. હાલ તે નિવૃતિના આરે છે. અરજદાર રૂહીએ અગાઉ જેની સાથે લગ્ન કર્યા હતા. એને છૂટાછેડા આપી દીધા હતા. પહેલા લગ્નથી એને બે બાળકો હતા. પછી ફરહાનના સંપર્કમાં આવી એની સાથે ફરીથી લગ્ન કર્યા. ફરહાનને પહેલી પત્નીથી કોઈ સંતાન ન હતા. પણ બીજી પત્ની સાથે રહેવા ગયો પછી બીજી પત્ની રૂહીથી બાળકીનો જન્મ થયો. થોડા સમયમાં બીજી પત્ની રૂહી અને પહેલા લગ્નથી આવેલા બે બાળકોને ઘરેથી કાઢી મૂક્યા. જ્યારે રૂહીએ નવી દીકરીને જન્મ આપ્યો એની કસ્ટડી ફરહાને લઈ લીધી. પહેલે નીચલી કોર્ટેમાં આ અંગે અરજી કરવામાં આવી હતી. પણ આવી અરજી ફગાવી દેતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

રૂહીએ પોતાની બાળકીની કસ્ટડી મેળવવા હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટ વચગાળાના આદેશ અંતર્ગત 15 મહિનાની બાળકીને એની માતાને સોંપી દેવાનો હુકમ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી તા21 માર્ચે શરૂ થશે. અરજદારના વકીલ મહેશ પૂજારાએ કહ્યું કે, રૂહીના બીજા પતિએ પહેલી પત્નીને છૂટાછેડા દીધા વગર લગ્ન કર્યા છે. પહેલી જોડેથી કોઈ સંતાન ન હતું એટલે બીજા લગ્ન કર્યા. પછી બાળકીનો જન્મ થયો હતો.

error: Content is protected !!