
ICC વુમન્સ ક્રિક્રેટ કપ 2025ની ફાઇનલ ભારતીય મહિલા ટીમ જીતીને વર્લ્ડ ચેમ્પિયન બની ગઇ છે. મેચ પહેલા સુરતની જાણીતી ડાયમંડ કંપનીના ફાઉન્ડર ગોવિંદ ધોળકીયાએ ભારતીય મહિલા ટીમ માટે જ્વેલરી અને ખેલાડીઓના ઘરે સોલાર રૂફટોપ લગાવી આપવાની જાહેરાત કરી હતી.
અમને જાણવા મળ્યું છે કે, ગોવિંદકાકાની કંપની ભારતીય મહિલા ખેલાડીઓના જર્સી નંબર મુજબની જ્વેલરી બનાવી રહ્યું છે અને ટીમના લગભગ20થી 25 સભ્યોને હેન્ડમેન્ડ નેચરલ ડાયમંડ જ્વેલરી આપવાનું નક્કી કરાયું છે.
SRK ડાયમંડ કંપનીએ BCCIને મેચ શરૂ થતા પહેલા લેટર લખીને જાણ કરી હતી, પરંતુ હજુ સુધી BCCI તરફથી કોઇ જવાબ આપ્યો નથી.
BCCI જે પ્રમાણે કહેશે તે મુજબ ખેલાડીઓને જ્વેલરી પહોંચાડી દેવામાં આવશે. દરેક જ્વેલરી મૂલ્યવાન હશે.

