fbpx

શું BSNL આટલા મહિનામાં ગુજરાતમાં 5G સેવા શરૂ કરી દેશે?

Spread the love

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ટેલિકોમ સેક્ટરમાં ક્રાંતિ કરવા માટે જઇ રહ્યું છે. મોડે મોડે પણ BSNL હવે સ્પીડ પકડી રહ્યું છે. BSNL 2 G અને 3G પછી હવે દેશના ગુજરાત સહિતના રાજ્યોમાં 4G શરૂ કરવા માટે જઇ રહી છે. સપ્ટેમ્બરના અંત સુધી માં ગુજરાતમાં તમામ 4G સોલાર ટાવર શરૂ થઇ જશે. જાણવા મળેલી વિગત મુજબ ગુજરાતમાં ડિસેમ્બરના અંત સુધીમાં BSNL 5G સેવા પણ શરૂ કરી શકે છે.

હાલમા ગુજરાતમાં 750 જેટલા 4G સેચ્યુએશન ટાવર લાગી રહ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 417 ટાવરો લાગશે. જે વિસ્તારની અંદર ટેલીકોમ ટાવરો બની રહ્યા છે ત્યાં કોઇ પણ ટેલીકોમ કંપનીના ટાવરો નથી. બીજી મહત્વની વાત એ છે કે ભારતમાં 4G ટાવર મેડ ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી તૈયાર કરાયા છે.

error: Content is protected !!