

વિશ્વ પ્રસિદ્ધ પુરી જગન્નાથ રથયાત્રા માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન જ નથી, પરંતુ તેને એકતા અને ભક્તિનું પ્રતિક પણ માનવામાં આવે છે. આ પવિત્ર યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બળબદ્ર અને બહેન સુભદ્રા પોત પોતાના રથ પર સવાર થઈને નગર ભ્રમણ માટે જાય છે. આ યાત્રા દરમિયાન ત્રણેય રથ એક વિશેષ જગ્યા સામે રોકાય જાય છે. આ જગ્યા છે, ભગવાન જગન્નાથના મુસ્લિમ ભક્ત સાલબેગની મજાર. જગન્નાથ રથયાત્રાની આ પરંપરા છે, જે સદીઓથી ચાલતી આવી રહી છે અને તેની પાછળ એક પૌરાણિક કથા પણ મળે છે. ચાલો જાણીએ શું છે કહાની.
પુરી જગન્નાથ મંદિરથી નીકળીને લગભગ 200 મીટરના અંતર પર જગન્નાથ રથયાત્રા અટકી જાય છે અને થોડી વખત રોકાયા બાદ આ ત્રણેય રથ ફરીથી આગળ વધે છે. એવામાં ચાલો જાણીએ આખરે તેની પાછળનું કારણ શું છે.

મજાર સામે રોકાય છે જગન્નાથ?
પૌરાણિક માન્યતાઓ અનુસાર, સાલબેગ એક મુઘલ સુબેદારનો પુત્ર હતો અને એક વખત તે કોઈ કામ માટે પુરી પહોંચ્યો હતો. ત્યાં તેણે ભગવાન જગન્નાથની મહિમા સાંભળી, ત્યારબાદ તેના મનમાં એક ઇચ્છા જાગી કે તે પણ ભગવાનના દર્શન કરે. જોકે, મુસ્લિમ હોવાને કારણે સાલબેગને પુરી જગન્નાથ મંદિરમાં પ્રવેશવાની અનુમતિ ન મળી. જોકે, તેની ભક્તિ ઓછી ન થઈ અને તે ભગવાન જગન્નાથના ભજન અને કીર્તન ગાતા રહ્યા.
એવી માન્યતા છે કે એક વખત સલાબેગ બીમાર પડી ગયા અને તેમણે ભગવાન જગન્નાથને સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી, જેથી તેઓ પુરી રથયાત્રામાં સામેલ શકે. જ્યારે જન્નાથ રથયાત્રા શરૂ થઈ અને સાલબેગ મંદિર ન પહોંચી શક્યા. એવામાં ભગવાન જગન્નાથનો રથ અચાનક સાલબેગની ઝૂંપડી સામે અટકી ગયો. લાખ પ્રયાસો બાદ પણ રથ એક ઇંચ ન હાલ્યો. આ જોઈને બધા ખૂબ જ પરેશાન થઈ ગયા. ત્યારે મંદિરના મુખ્ય પૂજારીને એક સપનું આવ્યું, જેમાં ભગવાન જગન્નાથને તેમને કહ્યું કે, ‘તેઓ પોતાના પ્રિય ભક્ત સાલબેગની રાહ જોવા માટે રોકાયા છે.’

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન જગન્નાથનો રથ ત્યાં 7 દિવસ સુધી અટકી રહ્યો અને મંદિરની બધી વિધિઓ રથ પર જ પૂર્ણ કરવામાં આવી. જ્યારે સાલબેગ સ્વસ્થ થયો અને તેણે ભગવાનના દર્શન કર્યા ત્યારે રથ આગળ વધી શક્યો. સાલબેગની આ ભક્તિને સન્માન આપવા માટે દર વર્ષે રથ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના રથ સાલબેગની મજાર સામે થોડા સમય માટે રોકાય છે. આ રોકાણ ન માત્ર સાલબેગને શ્રદ્ધાંજલિ આપવાની એક રીત છે, પરંતુ તે એ પણ દર્શાવે છે કે ભગવાનની કૃપા અને પ્રેમ દરેક માટે સમાન છે.