
૯,૦૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો
પ્રાંતિજ પોલીસે ટ્રેક્ટર ચોરીનો ભેદ ઉકેલી બંન્ને ટ્રેક્ટર-ટ્રેલર રીકવર કર્યા
- ચાર આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા
- ટ્રેક્ટર માલિક ને ટ્રેક્ટર-ટ્રેલર પરત મળતા તેના ચહેરા ઉપર સ્મિત જોવા મલ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે થી ચોરી થયેલ બે ટ્રેક્ટર-ટ્રેલર નો ભેદ ઉકેલાયો પ્રાંતિજ પોલીસે બીજુ ટ્રેક્ટર-ટ્રેલર ચોરી થયાને બે દિવસ માંજ ચોરી થયેલ બે ટ્રેક્ટર-ટ્રેલર સાથે ચાર આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા



પ્રાંતિજ ખાતે થી એકજ મહિનામા રાત્રીના સમયે બે સ્વરાજ ટ્રેક્ટર-ટ્રેલર સાથે ચોરી થતા ટ્રેક્ટર માલિક સહિત પોલીસની ઉગ ઉડી ગઈ હતી તો નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્ર સિંહ યાદવ ગાંધીનગર , સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા એ.કે.પટેલ તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર.દેસાઇ ના માર્ગદર્શન હેઠળ ટ્રેક્ટર ચોરોને ઝડપી પાડવા માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.ડી.પટેલ તથા અન્ય પોલીસ કર્મચારીની ટીમ બનાવી ચોરી થયેલ બન્ને ટ્રેક્ટર-ટ્રેલર ની તપાસ હાથ ધરવામા આવી હતી જેમા ચોરીના વાહનો ગાંધીનગર જિલ્લાના ગીયોડ ગામે હોવાની માહિતી મળતા તેના આધારે તપાસ કરતા રાજુભાઇ દિનેશભાઇ વણઝારા રહે..ચેખલા પગી તા.દહેગામ ,જિ.ગાંધીનગર નાએ તેના મિત્રો સાથે મળી ટ્રેક્ટર-ટ્રેલર ચોરી કરેલ હોઇ જેથી પોલીસ દ્રારા તેની વોચ ગોઠવી તેને ઝડપી પાડી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા તે દરમ્યાન તે ભાગી પડયો હતો અને પપ્પુકુમાર ધર્માજી વણઝારા તથા રાજુકુમાર જવારજી વણઝારા બન્ને રહે .રામદેવનગર , વણઝારાવાસ , તા.પ્રાંતિજ ,જિ.સાબરકાંઠા ના ઓએ ભેગા મળી એકજ મહિનામા એકજ માલિકના અલગ-અલગ જગ્યાએથી ટ્રેક્ટર-ટ્રેલર ચોરી કર્યું હોવાનુ કબુલાત કરી હતી અને ચોરી કરેલ બન્ને ટ્રેક્ટર ગીરવે મુકેલ અને બંન્ને ટ્રેલર અમરતભાઇ સુખાભાઇ પટેલ રહે.ગીયોડ તા.જી.ગાંધીનગર ના ઓએ વેચાણ આપ્યા હતા જેથી પ્રાંતિજ પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડી બન્ને ટ્રેક્ટર-ટ્રેલર કબ્જે કર્યા જેની કિંમત -૯,૦૦,૦૦૦ /- નો મુદ્દામાલ રીકવર કરી ચારેય આરોપીઓ જેલ ભેગા કર્યા હતા તો પ્રાંતિજ પીએસઆઇ જે.ડી.પટેલ , એ.એસ.આઇ. દિપકસિંહ , હે.કો રાજુભાઇ , પો.કો અતુલસિંહ , અનિલસિંહ , સંદિપ કુમાર , લાલજીભાઇ ની પ્રસંશનીય કામગીરી જોવા મળી હતી ત્યારે ટ્રેક્ટર-ટ્રેલર ચોરો ને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા તો ટ્રેક્ટર-ટ્રેલર પરત મળતા ટ્રેક્ટર-ટ્રેલર માલિક ના ચહેરા ઉપર સ્મિત જોવા મલ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા
