fbpx

પ્રાંતિજ સહિત તાલુકા મા રાત્રી દરમ્યાન પોણા ચાર ઇચ વરસાદ ખાબકયો

Spread the love

પ્રાંતિજ સહિત તાલુકા મા રાત્રી દરમ્યાન પોણા ચાર ઇચ વરસાદ ખાબકયો
– રાત્રિના ૧૨થી ૨ મા બે કલાક મા ત્રણ ઇચ વરસાદ ખાબકયો
– તેજ પવન કડકા ભડાકા ગાજવીજ સાથે વરસાદ પડયો
– વરસાદ પડતા ધરતી પુત્રો મા ખુશીની લહેર
– અસહ્ય ગરમી ઉકળાટ થી નગરજનોને રાહત થઈ
– વરસાદ પડતા વાતાવરણ મા ઠંડક પ્રસરી જઇ
– મોસમ નો કુલ વરસાદ-૨૦ ઇચ પડયો
         


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામા રાત્રી દરમ્યાન ગાજગજના સાથે પોણા ચાર ઇચ ઈચ વરસાદ ખાબકયો વરસાદ પડતા વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી હતી


     

પ્રાંતિજ સહિત તાલુકામા મેઘરાજાએ શનિવાર ને રાત્રિના ગાજવીજ કડાકા ભડાકા પવન સાથે મોટા ફોડે વરસાદ પડતા પાણી પાણી થઈ ગયુ તો રાત્રિના ૧૨ થી ૨ મા ૭૦ એમએમ એટલે કે ત્રણ ઇચ જેટલો વરસાદ ખાબકયો હતો તો રાત્રિના ૧૦ વાગ્યા થી ધીમીધારે શરૂથયેલ વરસાદ સવાર સુધીમા પોણા ચાર ઇચ જેટલો વરસાદ ખાબકયો હતો તો વરસાદ પડતા ધરતી પુત્રો સહિત નગરજનો મા ખુશી જોવા મળી તો વરસાદ પડતા પ્રાંતિજ ના નિચાણવાળા વિસ્તાર સહિત હનુમાન મંદિર મા વરસાદી પાણી ભરાયા હતા જ્યારે વરસાદ ને લઈ ને અસહ્ય ઉકળાટ બફારાથી નગરજનો  ને રાહત થઈ હતી અને વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી હતી તો પ્રાંતિજ ખાતે જયાજુવો ત્યા પાણી પાણી થઇ ગયુ હતુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!