ધરતીની વસતી આજથી લગભગ 80 વર્ષ પછી એટલે કે વર્ષ 2100માં 8 અરબ 80 કરોડ હશે. આ આંકડા સંયુક્ત રાષ્ટ્રના આંકલનથી લગભગ 2 અરબ ઓછાં છે. વૉશિંગ્ટન યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલી એક મુખ્ય સ્ટડીમાં આ જાણકારી સામે આવી છે.
ઈન્ટરનેશનલ રિસર્ચની ટીમે Lancet જર્નલમાં સ્ટડી પ્રકાશિત કરી છે. ફર્ટિલાઇઝેશન રેટના ઘટાડા અને વસતીમાં ઘણાં લોકો ઉંમરવાળા હોવાના કારણે દુનિયાની જનસંખ્યામાં ધીમો વધારો થશે. હાલમાં દુનિયાની વસતી લગભગ 7 અરબ 80 કરોડ છે. એક રિપોર્ટ મુજબ, આ સદીના અંત સુધી 195માંથી 183 દેશોની વસ્તી ઘટશે. તેની પાછળ મોટી સંખ્યામાં પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધને પણ કારણ ગણાવવામાં આવ્યું છે.
જાપાન, ઈટલી, સ્પેન, થાઈલેન્ડ, પોર્ટુગાલ, સાઉથ કોરિયા, પોલેન્ડ સહિત લગભગ 20 દેશોની વસતી, આવતા 80 વર્ષમાં અડધી થઈ જશે. ચીનની વસતી આવનારા 80 વર્ષોમાં 1 અરબ 40 કરોડમાંથી ઘટીને 73 કરોડ થઈ જશે. તો ઉપ-સહારા આફ્રિકાની વસતી લગભગ ત્રણ ગણી થઈને 3 અરબ સુધી પહોંચી જશે.
માત્ર નાઈજીરિયાની વસતી 80 કરોડ હશે, જ્યારે ભારત 1 અરબ 10 કરોડ સાથે પહેલા નંબરે હશે. રિસર્ચના મુખ્ય લેખક ક્રિસ્ટોફર મૂરેય કહે છે કે, આ ડેટા પર્યાવરણ માટે સારી ખબર છે. તેનાથી ફૂડ પ્રોડક્શન પર દબાણ ઘટશે. કાર્બન ઉત્સર્જન ઓછો થશે. જોકે, તેમણે કહ્યું હતું કે, ઘણાં દેશોમાં વસતી ઘટવાથી નવો પડકાર ઉત્પન્ન થશે.
યુનિવર્સિટી ઓફ વૉશિંગ્ટનમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુશન (IHME)ના નિર્દેશક ક્રિસ્ટોફર મૂરેયે કહ્યું હતું કે, આ પૂર્વાનુમાન જણાવે છે કે, તેમાં ખાદ્ય ઉત્પન્ન પ્રણાલીઓ પર તણાવ ઓછો થશે અને કાર્બનોત્સર્જન ઓછો થશે. ઉપ-સહારા આફ્રિકાના ભાગો માટે મહત્ત્વપૂર્ણ આર્થિક અવસર સાથે પર્યાવરણ માટે સારી ખબર માટે ઉપાય આપીએ છીએ.
જોકે આફ્રિકાના બહારના મોટાભાગના દેશોમાં કાર્યબળ અને વસતી ઓછી થશે. જે અર્થવ્યવસ્થા માટે ઊંડું નકારાત્મક પરિણામ લાવશે. અભ્યાસમાં એવું તારણ નીકળ્યું કે, આ શ્રેણીમાં ઉચ્ચ આવકવાળા દેશ માટે જનસંખ્યામાં સ્તર અને આર્થિક વિકાસ બનાવી રાખવા માટે સૌથી સારું સમાધાન સરળ આવવા જવાની નીતિઓ અને બાળકોને પ્રેમ કરનારા પરિવારો માટે સામાજિક સમર્થન હશે.
વર્ષ 2100 સુધી ભારતની વસતી દુનિયામાં સૌથી વધારે હશે. જોકે, ભારતમાં વસતીમાં કોઈ વધારે બદલાવ નહીં દેખાય. જ્યારે નાઈજીરિયા બીજા નંબરે હશે. અર્થવ્યવસ્થા અને સત્તાના હિસાબે ભારત, અમેરિકા, ચીન અને નાઈજીરિયા દુનિયાના 4 મહત્ત્વના દેશ હશે. GDPના હિસાબે ભારત ત્રીજા નંબરે હશે. જાપાન, જર્મની, ફ્રાન્સ અને બ્રિટન દુનિયાની 10 મહત્ત્વપૂર્ણ અર્થવ્યવસ્થાઓમાં યથાવત રહેશે.