

અનિલ અને ટીના અંબાણીના સૌથી મોટા પુત્ર જય અનમોલ વિશે મીડિયામાં ખાસ્સી ચર્ચા થતી નથી, કારણકે જય અનમોલ હંમેશા લો પ્રોઇઇલમાં માનનારા છે. જય અનમોલ અત્યારે પિતા અનિલની દેવામાં ડુબી ગયેલી કંપનીઓને ફરી જીવિત કરી રહ્યા છે અને પિતાને દેવામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જય અનમોલે રિલાયન્સ ગ્રુપની કંપનીઓ ખાસ કરીને રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરને સ્થિર કરવા વ્યહાત્મક નિર્ણયો લીધા છે. તેમણે જાપની નિપોન લાઇફ ઇન્શ્યોરન્સ સાથે ભાગીદારી કરી જેનાથી રિલાયન્સ કેપિટલને નવું જોમ મળ્યું. કંપનીની નેટવર્થ 2000 કરોડથી વધારે વધી જેનાથી દેવું ઘટાડવામાં મદદ મળી. મીડિયો અહેવાલો મુજબ જય અનમોલે અત્યાર સુધીમાં અનિલનું 5000 કરોડ રૂપિયાનું દેવું ઘટાડી દીધું છે.
