fbpx

આ છે બ્રિટનનો વિકી ડોનર, 129 બાળકોનો પિતા, હજુ આ વર્ષે 9 બાળકોનો જન્મ થવાનો છે

Spread the love

તમે કદાચ આયુષ્માન ખુરાના અભિનીત ફિલ્મ વિકિ ડોનર જોઇ હશે જેમાં તેની ભૂમિકા એક સ્પર્મ ડોનર તરીકે બતાવવામાં આવી હતી, પરંતુ બ્રિટનમાં વાસ્તવિક જીવનમાં એક રિટાયર્ડ શિક્ષક પોતાના સ્પર્મ ડોનેશનથી 129 બાળકો પેદા કરી ચૂક્યો છે અને તેનું નામ છે ક્લાઇવ્સ જોન્સ. કલાઇવ્સ વર્ષ 2018માં ચેનલ 4 પર આવેલી ડોક્યુમેન્ટરી 4 મેન 175 બેબીઝમાં નજરે પડ્યા હતા.

બ્રિટનના ચેડેસડેન, ડર્બીમાં રહેતા 66 વર્ષના કલાઇવ્સ જોન્સ એક નિવૃત શિક્ષક છે અને તેમણે દાવો કર્યો છે કે સ્પર્મ દાન કરીને તેમણે 129 બાળકોને જન્મ આપ્યો છે અને હજુ 9 બાળકો પેદા થવાના બાકી છે જે હજુ ગર્ભમાં છે. નવાઇની વાત એ છે કે જોન્સે 58 વર્ષની વયે સ્પર્મ દાન શરૂ કર્યું હતું, મતલબ કે તેના સ્પર્મ દાનથી 8 જ વર્ષમાં 129 બાળકો પેદા થયા છે. જોન્સ સ્પર્મ દાન ટોટલી ફ્રીમાં કરે છે, કોઇ ચાર્જ લેતા નથી.

ડેઇલી મેઇલના એક અહેવાલ મુજબ, જોન્સની આ હરકત પર આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે તેમણે લાયસન્સ ક્લીનિકમાં જઇને દાન કર્યું નથી. કલાઇવ્સ જોન્સનું કહેવું છે કે તેણે ફેસબુકના માધ્યમથી સ્પર્મ ડોનેશન કર્યું છે અને તેને કારણે અનેક પરિવારોમાં ખુશી પાછી આવી છે.

જોન્સે કહ્યું કે હું દુનિયામાં સૌથી વધારે બાળકો પેદા કરવાવાળો વ્યકિત બની શકું છુ. જો હજુ હું થોડા વર્ષો સુધી સ્પર્મ દાન કરીશ તો ત્યાં સુધીમાં 150 બાળકો પેદા થઇ જશે. તેમણે કહ્યું કે હું એવા લાયન્સન્સ કલીનિકને જાણું છું કે, જયાં સ્પર્મનું દાન નથી થતું, પરંતુ તેઓ તેને વેચે છે. પરંતુ મારે મફતમાં જ આપવું છે. જોન્સે કહ્યું કે જયારે અનેક માતા અને તેમના બાળકોના ફોટા મળે છે કે તેમનો મેસેજ મળે છે, તો તેનાથી ઘણી ખુશી મળે છે. તેમણે કહ્યું કે પોતે સ્પર્મ ડોનેશન કરીને જે બાળકો પેદા થયા છે તેમાંથી  વીસેક બાળકોને તેઓ રૂબરૂ મળી ચૂક્યા છે.

કલાઇવ્સ જોન્સે કહ્યું કે જે લોકો નિસંતાન હોય છે, તેમની વ્યથા અખબારોમાં વાચી હતી. ફેસબુક પર સંપર્ક થયા પછી જોન્સ પોતાની વાન લઇને ત્યાં જાય છે, જયાંથી સ્પર્મની ડિમાન્ડ થઇ હોય છે.

સ્પર્મ ડોનર જોન્સના લગ્ન 1978માં થયા હતા, પરંતુ તેઓ પત્નીથી અલગ રહે છે. જોન્સે કહ્યું કે તેમની પત્ની સ્પર્મ ડોનેશનની વાતથી ખુશ નહોતી.

હ્યુમન ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી ઓથોરિટીના પ્રવક્તાએ કહ્યું કે અમે કલાઇવ્સ જોન્સને સ્પર્મ ડોનેશનથી રોકી શકીએ નહી, કારણ કે તેઓ પોતાની વ્યવસ્થા દ્રારા આવું કરી રહ્યા છે. પરંતુ અમે લોકોને સતત જાગૃત કરી રહ્યા છે કે સ્પર્મ મેળવવા માટે યોગ્ય લાયસન્સ કલીનિકમાં જવા કહીએ છે. તેમણે કહ્યું કે બીજું કારણ એ પણ છે કે જો બહાર આવું કરવામાં આવે તો મેડિકલ અને કાયદાકીય મામલા સામે આવી શકે.

બ્રિટનમાં સ્પર્મ દાન વિશે નિયમ શુ કહે છે? ડેઇલી મેઇલના અહેવાલ મુજબ દાતા સ્પર્મ બેંકમાં જઇને માત્ર  10 પરિવારો માટે જ દાન કરી શકે છે. આના માટે બ્રિટનમાં પૈસા નથી મળતા, પરંતુ ટ્રાવેલ કવર તરીકે સાડા ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે છે. બ્રિટનમાં વર્ષ 2005માં નિયમોમાં બદલાવ થયો હતો અને ત્યારથી કોઇ પણ વ્યકિત ગુપ્ત રીતે સ્પર્મ ડોનેટ કરી શકે નહી.

error: Content is protected !!