મેટ્રોના 4.15 કિ.મી. લાંબા સરથાણા નેચર પાર્ક- કાપોદ્રા રૂટ પર ગુરુવારે સાંજે હાઇડ્રોલિક તુટી પડવાની ઘટના બની. આ કામનો કોન્ટ્રાક્ટ રણજિત બિલ્ડકોનને આપવામાં આવ્યો છે, તેના વિશે અમે જાણકારી ભેગી કરી છે, જે તમારી સાથે શેર કરીશું. સુરતના મેટ્રો પ્રોજેક્ટ માટે રણજીત બિલ્ડકોનને 400 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કંપનીની હેડ ઓફિસ અમદાવાદમાં છે પણ તેની સાથે જોડાયેલા લોકો મહેસાણાના છે.
રણજીત બિલ્ડકોને મહેસાણા-ઉંઝા પાસે બનાવેલો નવો બ્રિજ 2022માં નમી ગયો હતો. રૂપેણ નદી પરનો નવો બ્રીજ પણ નમી ગયો હતો અને અમદાવાદમાં એક બ્રિજ તુટી પડ્યો હતો. છતા દરેક વખતે રણજિત બિલ્ડકોનને જ કામ સોંપવામાં આવે છે. સરકારને રણજિત બિલ્ડકોન સિવાય કોઇ કોન્ટ્રાક્ટર મળતો જ નથી?