fbpx

આદિવાસી હેર ઓઇલ આટલું ફેમસ કેમ બની ગયું?

Spread the love

સોશિયલ મીડિયા પર એક આદિવાસી હેર ઓઇલ જબરદસ્ત ચર્ચામાં છે. કેટલીક સેલિબ્રીટીઝ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર આ હેર ઓઇલને પ્રમોટ કરી રહ્યા છે. આ હેર ઓઇલ ક્યાં બને છે અને આટલું ફેમસ કેમ છે તેના વિશે અમે જાણકારી આપીશું.

એવું કહેવામાં આવે છે કે પશ્ચિમ અને દક્ષિણ ભારતના કર્ણાટકના જંગલી વિસ્તારોમાં હક્કી પિક્કી નામની એક આદિવાસી જાતી વસે છે. આ જાતિના લોકો પહેલા પ્રાણીઓ અને પક્ષીઓનો શિકાર કરતા. પરંતુ એ પછી વાઇલ્ડ લાઇફનો કાયદો બનાવાને કારણે શિકાર પર પ્રતિબંધ આવી ગયો એટલે આ લોકોએ નેચરલ ઇનગ્રીડન્ટ બનાવવાનું શરૂ કર્યું જેમાનું એક છે આદિવાસી હેર ઓઇલ. આદિવાસી હેર ઓઇલ વેબસાઇટનો દાવો છે કે, આ હેર ઓઇલને કારણે વાળ મજબુત થાય છે, વાળ ખરતા નથી, વાળ કાળા રહે છે, ખોડો પણ દુર થઇ જાય છે અને જેમને ટાલ હોય છે તેમને પણ વાળ ઉગી જાય છે.

જો કે કેટલાંક તબીબોનું કહેવું છે કે, માત્ર હેર ઓઇલ ટાલ મટાડી શકે એ શક્ય નથી અને આદિવાસી હેર ઓઇલમાં વપરાતી સામગ્રીનો કોઇ વૈજ્ઞાનિક આધાર નથી.

error: Content is protected !!