fbpx

ચોરીના આરોપમાં ધરપકડ થયેલી મહિલાને મળશે 15 કરોડ રૂપિયા

Spread the love

ક્યારેક ક્યારેક જિંદગીમાં કોઈ દાવ ઊલ્ટો પડી જાય છે અને કંઈક એવું જ મલ્ટિનેશનલ કંપની વૉલમાર્ટ સાથે પણ થયું છે. આ ઘટના અમેરિકાની છે જ્યાં વર્ષ 2016મા વૉલમાર્ટના કર્મચારીઓએ એક મહિલા પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનામાં ધરપકડ થયા બાદ મહિલાએ કંપની પર કેસ કરી દીધો હતો એવામાં કોર્ટે મહિલાના પક્ષમાં નિર્ણય સંભળાવતા કંપનીએ 15 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

મલ્ટિનેશનલ કંપની વૉલમાર્ટે એક મહિલાને વળતર તરીકે 15 કરોડ રૂપિયા આપવા પડશે. કંપનીના કર્મચારીઓએ એ સમયે 48 ડૉલર (લગભગ 3600 રૂપિયા)ના સામાનને ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો જેની વિરુદ્ધ મહિલાએ કોર્ટમાં કેસ કરી દીધો હતો જ્યાં નિર્ણય તેના પક્ષમાં આવ્યો અને વૉલમાર્ટને વળતર આપવાનો આદેશ આપ્યો છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ આ ઘટના વર્ષ 2016મા થઈ હતી. લેસ્લી નર્સ નામની મહિલા વૉલમાર્ટમાં ખરીદી કરવા ગઈ હતી પરંતુ જેવી જ તે સામાન લઈને બહાર નીકળી ત્યાં કર્મચારીઓએ તેને રોકો લીધી.

તેમણે મહિલા પર સામાન ચોરી કરીને સ્ટોરથી બહાર નીકળવાનો આરોપ લગાવી દીધો જ્યારે મહિલાનું કહેવું હતું કે તેણે 3600 રૂપિયાની ખરીદી કરી હતી જેની ચુકવણી તેણે કરી દીધી હતી છતા તેની ધરપકડ કરી લેવામાં આવી. એટલું જ નહીં ત્યારબાદ તેની વિરુદ્ધ કેસ દાખલ કરાવવાની ધમકી આપવામાં આવવા લાગી. એક લો ફર્મ તરફથી તેને નોટિસ મોકલવામાં આવી. લેસ્લી નર્સે દાવો કર્યો કે આ નોટિસ વૉલમાર્ટ દ્વારા મોકલવામાં આવી રહી હતી. કંપની દ્વારા 3600 રૂપિયાના સામાનની જગ્યાએ 15 હજાર રૂપિયા ચૂકવવાનો દબાવ બનાવવામાં આવ્યો.

આખરે તંગ આવીને વર્ષ 2018મા લેસ્લીએ પણ વૉલમાર્ટ વિરુદ્ધ કેસ દાખલ કરાવી દીધો. આ કેસમાં સ્થાનિક કોર્ટે લેસ્લીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. જેથી વૉલમાર્ટને 2.1 લાખ ડૉલર (15 કરોડ રૂપિયા કરતા વધુ)નું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે વૉલમાર્ટ તેને ઉપલી કોર્ટમાં ચેલેન્જ કરશે. લેસ્લીએ કહ્યું કે વૉલમાર્ટ આ પહેલા પણ ગ્રાહકો પર સમાન ચોરીનો આરોપ લગાવીને તેમની પાસે પૈસા વસૂલ કરી રહ્યું છે પરંતુ મેં તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો જેથી બીજાઓને તેનાથી બચાવી શકાય.

error: Content is protected !!