આ વર્ષે ડઝનેક જેટલી કંપનીઓના IPO મૂડીબજારમાં આવી ગયા છે અને હજુ અનેક કંપનીઓ ઇશ્યૂ લઇને આવી રહી છે. દરેક વખત કોઇ પણ કંપનીઓના IPOમાં લાખો લોકો અરજી કરતા હોય છે, પરતું મોટાભાગે ઇશ્યૂ ઓવરસબસ્ક્રાઇડ થવાને કારણે ઘણા રોકાણકારોને એલોટમેન્ટ લાગતુ નથી. ઘણી વખત એવું કહેતા આપણે સાંભળીએ છે કે મારા તો ઇશ્યૂમાં શેર લાગતા જ નથી. આવા લોકો શેર નહીં લાગવાને કારણે દીલગીરી અનુભવતા હોય છે. એવા હજારો લોકો છે જે દરેક ઇશ્યૂમાં અરજી કરવા છતા તેમનો નંબર લાગતો નથી. તો શું આવા લોકો માટે બજારમાં ઉતરવાનો બીજો કોઇ રસ્તો છે? તો ચાલો તમને જણાવીએ કે બીજો રસ્તો શું છે?
આ વર્ષે અનેક કંપનીઓના શેરો લિસ્ટ થયા પછી રોકાણકારોના નાણાં ડબલ થઇ ગયા છે. અનેક કંપનીઓએ રોકાણકારોને 15 ટકાથી 50 ટકા સુધીનું લિસ્ટીંગ ગેઇન કરાવ્યું છે. પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ઇશ્યૂ ઓવરસબસ્ક્રાઇડ થવાને કારણે અનેક લોકોને એલોટમેન્ટ મળતું નથી. ઘણા ઇશ્યૂ 2 થી 13 ગણા ઓવરસબસ્ક્રાઇબ્ડ થયા છે.
તો જેમના શેર લાગતા નથી એવા લોકો માટે બીજો રસ્તો એવો છે કે હવે એવા સ્પેશ્યલાઇઝડ મ્યૂચ્યૂઅલ ફંડ આવી રહ્યા છે જે માત્ર IPO અથવા તાજેતરમાં IPOના માધ્યમથી લિસ્ટેડ થયેલી કંપનીઓમાં જ રોકાણ કરે છે. તો આવા ફંડમાં ઓછુ રોકાણ કરીને તમે IPO માર્કેટનો ફાયદો ઉઠાવી શકો છો.
મ્યુ. ફંડ IPOમાં એંકર ઇન્વેસ્ટર્સ અથવા QIB રૂટથી રોકાણ કરતા હોય છે એટલે તેમને શેરનીફાળવણી મળવાના ચાન્સ વધારે રહે છે. એટલું જ નહી પણ IPO લિસ્ટેડ થયા પછી યોગ્ય સમયે તેના શેર પણ ખરીદે છે.
Edelweiss એ આવું જ એક IPO ફંડ ઉતાર્યુ છે. વર્ષ 2018માં શરૂ થયેલું આ ફંડ કલોઝ ફંડ હતુ, પરંતુ હવે આ ફંડને ઓપન એંડેડ ફંડ બનાવી દેવામાં આવ્યું છે. મતલબ કે તમે ગમે ત્યારે રોકાણ કરી શકો છો. આ ફંડે જોમેટો.સોનાBLW જેવી કંપનીઓમાં રોકાણ કર્યું છે અને આ ફંડે નિફ્ટીમાંથી પણ શ્રેષ્ઠ વળતર આપ્યું છે.
આ મ્યુ. ફંડ માત્ર IPOમાં જ રોકાણ કરે છે અથવા IPO દ્રારા લિસ્ટીંગ કંપનીઓમાં જ રોકાણ કરે છે. આ ફંડ વર્ષમાં માત્ર 30થી 40 પસંદગીના IPOમાં રોકાણ કરે છે, બધા IPOમાં રોકાણ કરતી નથી. આ કંપનીએ શરૂઆતથી અત્યાર સુધીમાં 22 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.
મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની પણ S&P U.S. IPO સ્પિનઓફ ઇટીએફ લાવી રહી છે. આ ફંડના નાણાં અમેરિકાની કંપનીઓના IPOમાં રોકાણ કરવામાં આવશે. જાણકારોનું કહેવું છે કે આ એક ઉચ્ચ જોખમ વાલા ફંડ હોય છે એટલે 5થી 7 વર્ષના ગાળા માટે રોકાણ કરવું હિતાવહ રહેશે.