fbpx

શખ્સે ટ્રેક્ટરને બનાવી દીધી જીપ, તસવીર જોઈને ફેન થઈ ગયા લોકો

Spread the love

ઘણી વખત એવું જોવા મળે છે કે દેશી મેકેનિક દ્વારા જુગાડ લગાવીને જૂની ગાડીઓને નવું રૂપ આપી દેવામાં આવે છે જ્યારે કેટલીક વખત તેને બીજી ગાડીમાં બદલી દેવામાં આવે છે. એવી જ વધુ એક ઘટના સામે આવી છે જેમાં એક શખ્સે એક જૂના મહિન્દ્રા ટ્રેક્ટરને બદલીને તેને જીપનું રૂપ આપી દીધું છે. તેની એક શાનદાર તસવીર વાયરલ થઈ રહી છે જેને પોતે આનંદ મહિન્દ્રાએ પણ શેર કરી છે. આ તસવીર પહેલા મહિન્દ્રા ટ્રેક્ટર્સેના સત્તાવાર ટ્વીટર હેન્સલ પરથી શેર કરવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ મેઘાલયના જોવઇના રહેવાસી મઇયા રિમ્બે નામના પુરુષે આ જીપ તૈયાર કરી છે. મહિન્દ્રા ટ્રેક્ટર્સે તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે મેઘાલયના રહેવાસી રિમ્બેએ સાબિત કર્યું છે કે ટફ પણ કૂલ હોય છે. તેમાં 275 NBPની આ મોડિફાઇડ પર્સનાલિટી પસંદ આવી. એટલું જ નહીં તસવીરને ત્યારબાદ આનંદ મહિન્દ્રાએ પણ શેર કરી અને લખ્યું કે આ અજીબ દેખાતુ બીસ્ટ છે પરંતુ ડિઝ્નીના કોઈ એનિમેટેડ ફિલ્મના પ્રેમાળ કેરેક્ટર જેવું દેખાઈ રહ્યું છે. જેવી જ આ તસવીર શેર કરવામાં આવી કે તુરંત જ વાયરલ થઈ ગઈ. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. કેટલાક આ પુરુષને મેકેનિક કહી રહ્યા છે તો કેટલાક એક્સપર્ટ કહી રહ્યા છે.

39hp પાવર આઉટપુટ કરવામાં સક્ષમ આ કંપનીના સૌથી વધારે વેચનારા ટ્રેક્ટરોમાંથી એક છે અને તે કૃષિ અને ઢુલાઈ બંનેમાં કામ માટે યૂઝફુલ હોય છે. થાર જેવા દેખાતા ટ્રેક્ટરના ડિઝાઇનની વાત કરીએ તો તેની પાછળ મોટા વ્હીલ અને નાના ફ્રન્ટ વ્હીલના કારણે અલગ દેખાતી થાર જેમ દેખાય છે. માલિકે ટ્રેક્ટર પર એક કેબિનને કસ્ટમાઇઝ કરી છે. ટ્રેક્ટરની આગળ અને પાછળની વચ્ચે મોટી ઊંચાઈથી મેળ ખાવા માટે વ્હીલ સામેની તરફ એક કસ્ટમાઇઝ ડોર આપવામાં આવી છે.

કેબિન ફ્રન્ટ વિન્ડશીલ્ડ અને ડ્રાઇવર સાઇડ અને ફ્રન્ટ પેસેન્જર સાઇડ વિન્ડોને પણ ફિટ કરવામાં આવી છે. કારનું ફ્રન્ટ ફેશિયા મૂળ ટ્રેક્ટરની જેવુ દેખાય છે. જોકે તેમાં એક ફ્રન્ટ બમ્પર જોડવામાં આવ્યો છે. કસ્ટમાઇઝ ટ્રેક્ટરમાં મહિન્દ્રા થાર જેવા ફ્રન્ટ વ્હીલ કવર પણ છે સાથે જ સાઈડ ટર્નિંગ ઇન્ડિકેટર્સ પણ છે. તસવીરમાં કારનો પાછળનો ભાગ દેખાઈ રહ્યો નથી પરંતુ જેવુ દેખાય છે તેમાં એક સોફ્ટ ટોપ મળે છે જેને રિમૂવ કરી શકાય છે. એ સ્પષ્ટ નથી કે ટ્રેક્ટરમાં મેકેનિકે બદલાવ કર્યોં છે કે નહીં.

આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર રોચક પોસ્ટ કરતા રહે છે. મોડિફાય ટ્રેક્ટર સિવાય તેમણે યેઝ્ડીની એક જૂની તસવીર પણ શેર કરી. એક યુઝરે લખ્યું કે દશકો જૂની યેઝ્ડીની તસવીર શેર કરતા લખ્યું કે તેને જૂના આલ્બમ શોધતા મળી. આનંદ મહિન્દ્રાએ તેને શેર કરતા લખ્યું કે આ યાદો ભાવનાઓ અને ખુશીઓ.. તેના કારણે જ તેઓ યેઝ્ડી જેવા આઇકોનિક બ્રાન્ડને રિવાઈવ કરી રહ્યા છે. આનંદ મહિન્દ્રાની કંપની યેઝ્ડી અને જાવા જેવી જૂની બાઇક બ્રાન્ડને હાલમાં જ નવું ક્લેવર આપીને ઇન્ડિયન માર્કેટમાં રીલોન્ચ કરવામાં આવી છે.  

error: Content is protected !!