બોલિવુડ અભિનેત્રી અને હિમાચલના મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતના એક નિવેદને ભાજપની ઉંઘ હરામ કરી નાંખી છે.કંગના પંજાબના ખેડુતો પરના નિવેદનને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.
બેખૌફ નિવેદનો આપવા માટે જાણીતી કંગના રનૌતે સોમવારે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમારું ટોચનું નેતૃત્વ મજબુત નહીં રહેતો તો ખેડુત આંદોલન વખતે પંજાબના બાંગ્લાદેશ બનાવી દેવામાં આવતે, પ્રદર્શનના નામે હિંસા ફેલાવવામાં આવી, દુષ્કર્મની ઘટનાઓ બની અને લોકોને મારીને લટકાવી દેવાયા.
આ નિવેદનના સોશિયલ મીડિયા પર એવા ઘેરા પ્રત્યઘાત પડ્યા કે ભાજપે નિવેદન આપવું પડ્યું કે આ કંગના રનૌતનું વ્યકિતગત નિવેદન છે, પાર્ટીનો કોઇ લેવા દેવા નથી. ખેડુતો વિશે બોલવું એ કંગનાનો વિષય પણ નથી.