ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સોમવારે (26 ઑગસ્ટ)ના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક ફેન્સ હાર્દિક પંડ્યાની ઘડિયાળને લઈને પાકિસ્તાનનું મજાક ઉડાવી રહ્યા છે. હાર્દિક પંડ્યા આ તસવીરોમાં સ્માઇલ કરતો નજરે પડી રહ્યો છે. એવામાં કેટલાક સમર્થક એમ પણ કહી રહ્યા છે કે સ્માઇલ પાછળ હાર્દિક પંડ્યાએ પોતાનો દર્દ છુપાવી રાખ્યો છે.
હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ચૂક્યા છે અને તેનો દીકરો પણ હવે તેની પાસે નથી. જો કે, તે અત્યારે પણ કો-પેરેન્ટ છે અને જ્યારે ઈચ્છે ત્યારે પોતાના દીકરાને મળી શકે છે. જો કે, હાર્દિક પંડ્યાની ઘડિયાળ આ સમયે લાઇમલાઇટમાં છે, જે લાખ 2 લાખ કે કરોડ 2 કરોડ નહીં, પરંતુ લગભગ 16 કરોડ રૂપિયાની છે. હાર્દિક પંડ્યાએ જે ઘડિયાળ આ તસવીરમાં પહેરી છે, તેની કિંમત દોઢ લાખ યુરો હતા, પરંતુ તાજેતરની કિંમત 1.5 મિલિયન યુરો છે.
આ ઘડિયાળનું નામ પ્લેટિનમ પોટેક ફિલિપ નોટિકલ ફેક્ટરી સેટ છે. તેના બેજેલના ચારેય તરફ 32 બેગેટ એમરલ્ડ્સ અને કલાકના નિશાનના રૂપમાં 12 બેગેટ કટ એમરલ્ડ્સ છે. એજ આ વૉચને બેઝકિંમતી બનાવે છે. હાર્દિક પંડ્યા પાસે આ લકઝરી વોચ ખૂબ સમયથી છે અને ઘણી વખત તે તેને પહેરીને નજરે પડે છે. એક યુઝરે હાર્દિક પંડ્યાની આ પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું કે, ‘સરે પોતાનો ટાઈમ દેખાડવો હતો.
તો એક અન્ય યુઝરે લખ્યું કે, ‘પાકિસ્તાનની GDP ભાઈના જમણા હાથમાં છે. સુપ્રીત નામના યુઝરે લખ્યું, ‘આ સ્માઇલ પાછળ તેને દર્દ છુપાવી રાખ્યો છે. એક યુઝરે લખ્યું કે, ફિલ્ટર એટલું લગાવી દીધું કે હાથ પર બનેલા ટેટૂ પણ નજરે પડી રહ્યા નથી. વધુ એક ફેને લખ્યું કે, એવી 20 આવશે અને 20 જશે. આ બધી ચાલતી ફરતી આત્માઓ છે. જાહેર છે કે આ ફેનનો નિશાનો નતાશા છે, જે હાર્દિક પંડ્યાને છોડી ચૂકી છે. જો કે, અસલી કારણ શું રહ્યું છે, એ કોઈને ખબર નથી.