એપ્રોચરોડ બન્યો ખાડાળીયો
પ્રાંતિજ ત્રણ રસ્તા થી રેલ્વેસ્ટેશન સુધી નો એપ્રોચરોડ ઉપર ખાડા રાજ
– અનેકવાર રજૂઆતો બાદ પણ નઠોર તંત્ર ગૌર નિંદ્રામા
– શાળા-કોલેજો ,વિવિધ સંસ્થાઓ સહિત મોટા ભાગની સરકારી કચેરીઓ આ રોડ ઉપર આવેલ છે
– ખાડાઓ પડતા એનક વાહન ચાલકોને હાડકા ભાગ્યા છે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ત્રણ રસ્તાથી રેલ્વેસ્ટેશન સુધીનો એપ્રોચરોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડતા આ રોડ નુ નામ એપ્રોચરોડ ને બદલે ખાડાળીયો રોડ પડી ગયુ છે અને ખાડા રાજ હોય તેવુ હાલતો સ્પષ્ટ પણે જણાઇ આવે છે
પ્રાંતિજ ત્રણ રસ્તાથી રેલ્વેસ્ટેશન સુધી નો રોડ ઉપર જયા જુઓ ત્યા મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને રોજના દિવસ દરમ્યાન નાના મોટા થઈ ને દિવસ દરમ્યાન હજારોની સંખ્યામા લોકો અવરજવર કરે છે તો આ રોડ ઉપર મોટા ભાગ ની સ્કૂલો ,કોલેજો , સંસ્થાઓ સહિત મોટા ભાગ ની સરકારી કચેરીઓ પણ અહીં જ આવે છે તો બીજી બાજુ વરસાદ ને લઈ ને વરસાદી પાણી ખાડાઓ મા ભરાતા ખાડાઓની ખબર ના પડતા અનેક વાહન ચાલકો ખાડાઓ મા પટકાયા છે અને વાહનો ને નુકસાન કે વાહન ચાલકો ના હાથપગ હાડકા ભાગવાનો વારો આવ્યો છે તો તંત્ર મા અનેકવાર રજૂઆતો બાદ પણ જાણે નઠોર તંત્ર હજુએ ખાડાઓ વધુ પડે ને કોઇ નો જીવ જાય તેવી રાહ જોઈ ને બેઠુ હોય તેવુ હાલતો સ્પષ્ટ પણે લાગી રહ્યુ છે તો શાળા-કોલેજો સહિત વિવિધ સંસ્થાઓ તથા રોડ ઉપર રોજીદુ અવરજવર કરતા વાહન ચાલકો સહિત લોકો દ્રારા અનેકવાર રજૂઆતો બાદ પણ હાલતો પરિસ્થિત જેસે થેની જોવા મળી રહી છે ત્યારે હાલતો આ રોડ નુ નામ એપ્રોચરોડ છે પણ જયા જુવો ત્યાં મસ્ત મોટા ખાડાઓ પડતા એપ્રોચરોડ માંથી નવુ નામ ખાડાળીયો રોડ બન્યુ ગયુ છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે જવાબદાર તંત્ર દ્રારા આ ખાડાયીયા રોડ સામે જોશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિત જોવા મળશે એતો હવે જોવુ રહ્યુ
જીલ રાવલ પ્રાંતિજ