fbpx

ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના સંજય રાઉતે ‘સરકાર કો જૂતે મારો આંદોલન’ની કરી જાહેરાત

Spread the love

ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)એ મહાયુતિ સરકાર વિરુદ્ધ મોટા પ્રમાણમાં આંદોલનની જાહેરાત કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતે જાહેરાત કરી છે કે રવિવારે ‘સરકાર કો જૂતે મારો આંદોલન’ શરૂ કરવામાં આવશે. સંજય રાઉતે શિવાજી મહારાજની પ્રતિમા વિવાદને લઈને લોકો પણ સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, તો પ્રતિમા અમારા માટે માત્ર એક સ્ટેચ્યૂ નહીં, પરંતુ ભગવાનની મૂર્તિ છે. આ લોકોએ અમારા ભગવાનની મૂર્તિમાં પણ ભ્રષ્ટાચાર કરી દીધો છે. અમે તેને સહન નહીં કરીએ અને રવિવારથી સરકાર વિરુદ્ધ મોટું આંદોલન શરૂ કરીશું.

રાઉતનું આ નિવેદન એ સમયે આવ્યું છે, જ્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર વિરુદ્ધ વિપક્ષની નારાજગી અને ગુસ્સો વધતો જઇ રહ્યો છે. શિવાજી મહારાજની પ્રતિમામાં કથિત ભ્રષ્ટાચારને લઈને જનતામાં પણ ભ્રષ્ટ નીતિઓ નારાજગી છે અને તેને આખા મહારાષ્ટ્રમાં વ્યાપક સમર્થન મળવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાના મામલે શુક્રવારે પહેલી ધરપકડ થઈ છે. કોલ્હાપુરથી સ્ટ્રક્ચરલ કન્સલ્ટેન્ટની ધરપકડ કરવામાં આવી છે.

કોલ્હાપુર ક્રાઇમ બ્રાન્ચે સિંધુદુર્ગ કેસમાં શુક્રવારે સવારે 3:00 વાગ્યાની આસપાસ સ્ટ્રક્ચરલ કન્સલ્ટેન્ટ ચેતન પાટીલની ધરપકડ કરી. પાટીલને માલવણ પોલીસ સાથે જોઇન્ટ ઓપરેશન હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ કોલ્હાપુર પોલીસે આરોપીને માલવણ પોલીસને સોંપી દીધો. પોલીસે આ અગાઉ FIRમાં કોન્ટ્રાકટર અને આર્કિટેક્ટ જયદીપ આપ્ટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટેન્ટ ચેતન પાટીલને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. FIRમાં જયદીપ આપ્ટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટેન્ટ ચેતન પાટીલ પર બેદરકારી અને પ્રતિમાની આસપાસના લોકોને સંભવિત નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ 4 ડિસેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું, જ્યારે સિંધુદુર્ગમાં પહેલી વખત નેવી દિવસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિમાનું ઉદ્દેશ્ય મરાઠી નૌકાદળના વારસા અને છત્રપતિ શિવાજી મહારાજની સમુદ્રી રક્ષા અને સુરક્ષામાં યોગદાન સાથે સાથે આધુનિક ભારતીય નૌકાદળ સાથે તેના ઐતિહાસિક સંબંધનું સન્માન કરવાનું હતું. આ પ્રોજેક્ટનો કોન્સેપ્ટ અને નેતૃત્વ ઇન્ડિયન નેવીએ રાજ્ય સરકારના સહયોગથી તૈયાર કર્યો હતો. સરકારે પ્રોજેક્ટ માટે ફંડ ઉપલબ્ધ કરાવ્યું હતું.

error: Content is protected !!