fbpx

શું યોગી આદિત્યનાથની સામે આસામના મુખ્યમંત્રી હિમંતાને આગળ કરવામાં આવી રહ્યા છે?

Spread the love

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેન છેલ્લાં કેટલાંક દિવસોથી ચર્ચામાં છે એવા સમયે મંગળવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ x પ્લેટફોર્મ પર કરેલી પોષ્ટમાં કહ્યું છે કે, ચંપાઇ સોરેન 30 ઓગસ્ટે રાંચીમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાઇ જશે. સોરેને મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મીટિંગ કરી હતી.

સવાલ એ છે કે શું યોગી આદિત્યનાથની સામે હવે હિમંતા બિસવા સરમાને ઉભા કરી દેવામાં આવ્યા છે? ઘણા સમયથી એવી ચર્ચા છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી PM મોદીના વારસ છે. આ વાત કેટલાંક લોકોને પસંદ નથી એટલે યોગીનું કદ કાપવામા માટે સરમાનું કદ વધારવામાં આવી રહ્યું છે.

હિમંતા બિસવા સરમાને ઝારખંડના ચુંટણી પ્રચારની જવાબદારી આપવામાં આવી છે.

error: Content is protected !!