fbpx

શું વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળી ગયો? શું કહે છે હવામાન વિભાગ

Spread the love

ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) કહ્યું છે કે, જે ડીપ ડીપ્રેશન ઉભું થયું હતું તે પશ્ચિમ તરફ આગળ વધવા માટે કચ્છની આસપાસના પાકિસ્તાનના દરિયા કાંઠેથી ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં જશે અને 30 ઓગસ્ટના દિવસે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થશે. એ પછી આગામી 2 દિવસ દરમિયાન ભારતીય કિનારે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ધ પર લગભગ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલું રાખશે.

 છેલ્લાં 80 વર્ષમાં આવું ચોથું વાવાઝોડું છે જે જમીન પર પેદા થયુ છે અને અરબ સાગર પર તબાહી મચાવશે. આ એક દુર્લભ ઘટના છે. આ વખતના વાવાઝોડાને આસના નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, 1944, 9164 અને 1976માં જમીન પરથી વાવાઝોડું દરિયામાં ગયું હોય તેવું બન્યું હતું અને ઓગસ્ટ 2024માં પણ આવું જ બન્યું છે. જાણવા મળેલી વિગત મુજબ મોડી રાત સુધીમાં ગુજરાત પરથી ખતરો ટળી શકે છે.

error: Content is protected !!