fbpx

આ રાજ્ય સરકારની જાહેરાત, અકબરને ‘મહાન’ બતાવતા શાળાના પુસ્તકો નહીં ભણાવી શકાય

Spread the love

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે ફરી એક વખત અકબર મહાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જાહેરાત કરી કે હવે રાજસ્થાનની શાળાઓમાં ભણાવવામાં નહીં આવે કે અકબર મહાનની ગાથા ભણાવવામાં આવશે. મહારાણા પ્રતાપથી મહાન કોઈ નથી, અકબર પણ નહીં. એટલું જ નહીં શિક્ષણ મંત્રી દિલાવરે કહ્યું કે, અકબરે ઘણા વર્ષો સુધી ભારતને લૂંટ્યું અને અકબર મહાન હોવાનું ભણાવતા લોકો હવે આગળ નહીં ભણાવી શકે. એવામાં રાજ્યમાં મહારાણા પ્રતાપ અને અકબરને લઈને ફરી એક વખત સંગ્રામ છેડાવાનું છે.

રવિવારે ઉદયપુરમાં આયોજિત 28માં રાજ્ય સ્તરીય ભામાશાહ સન્માન સમારોહમાં શિક્ષણ મંત્રી દિલાવરે અકબર મહાનને લઈને આ નિવેદન આપ્યું હતું. તેને લઈને હવે રાજકારણમાં ચર્ચા શરૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દિવાલર અકબરને લઈને અગાઉથી જ નિવેદન આપતા રહ્યા છે. રવિવારે તેમણે પોતાની વાતનું પુનરાવર્તન કર્યું. તેમણે કહ્યું કે, એવા વ્યક્તિ કઇ રીતે મહાન હોય શકે છે કે જે મીના બજાર લગાવતી હતી અને મહિલાઓને ઉઠાવી લઈ જતા હતા.

દિલાવરે કહ્યું કે, જેમણે અકબરને મહાન બતાવ્યા, તેમની ગાથા ભણાવી, તેઓ મેવાડ અને રાજસ્થાનના દુશ્મન છે. હું શપથ લઈને કહું છું કે આગળ રાજસ્થાનમાં કોઈ પણ પુસ્તકમાં અકબરને મહાન રૂપે ભણાવવામાં નહીં આવે. તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં મુઘલ સમ્રાટ અકબરને બળાત્કારી પણ કહી દીધા હતા. તેમની આ ટિપ્પણી સરકારમાં બદલાવ બાદ શાળાના પાઠ્યપુસ્તકોમાં મહત્ત્વપૂર્ણ સંશોધન બાબતે ચર્ચાના જવાબ કરવામાં આવી હતી.

દિલાવરે વધુમાં જણાવ્યું કે, ઘણા પાઠ્યપુસ્તકોમાં એમ કહેવામાં આવ્યું છે કે સાવરકર દેશભક્ત નહોતા. જ્યાં અકબરને એક મહાન વ્યક્તિ માનવામાં આવે છે. તો શિવાજીને ‘પહાડી ઉંદર’ કહેવામાં આવે છે અને મહારાણા પ્રતાપની ભૂમિકા અકબરથી ઓછી છે. એવામાં નિવેદન સ્વીકાર્ય નથી અને તેમની સમીક્ષા કરવામાં આવશે.

error: Content is protected !!