fbpx

કોણ છે રાધા વેમ્બૂ? જે બન્યા દેશના સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા

Spread the love

હારુન ઈન્ડિયા રીચ લિસ્ટ જાહેર થઈ ચૂકી છે. તેમાં ઘણા અમીરોની રેન્કિંગમાં બદલાવ થયો છે. ઘણા એવા નામ પણ છે, જે સંપત્તિમાં જોરદાર વધારા સાથે ટોપ પર પહોંચ્યા છે. તેમાં એક નામ છે રાધા વેમ્બૂનું, જેઓ ભારતના સોથી અમીર સેલ્ફ મેડ મહિલા બન્યા છે. લાઇમલાઇટથી દૂર રહેનાર અને સાદગીપૂર્ણ જીવન જીવનારા રાધા વેમ્બૂનું નેટવર્થ 47,000 કરોડ રૂપિયાથી વધુ છે. તેઓ મલ્ટીનેશનલ ટેક ફર્મ Zohoના કો-ફાઉન્ડર છે. ચાલો તેમની બાબતે વિસ્તારથી જાણીએ.

દેશના સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા બનેલા રાધા વેમ્બૂ મલ્ટીનેશનલ ટેક ફર્મ Zoho કોર્પોરેશનના કો-ફાઉન્ડર છે. તેમની લીડરશિપમાં Zohoની પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં શનદાર વધારો જોવા મળ્યો છે અને તેનો બિઝનેસ ઘણા દેશો સુધી ફેલાઈ ચૂક્યો છે. હવે તેમને હારુનની રીચ લિસ્ટમાં Richest Self-Made Indian Woman તરીકે સામેલ કરવામાં આવ્યા છે. હારુન લિસ્ટ મુજબ Zohoના કો-ફાઉન્ડરની નેટવર્થ 47,500 કરોડ રૂપિયા છે.

હારુન ઈન્ડિયા રીચ લિસ્ટમાં પહેલી વખત ભારતના 300 કરતા વધુ અબજપતિઓને સામેલ કરવામાં આવ્યા છે અને તેમાં મહિલાઓનો પણ દબદબો જોવા મળ્યો છે. વાત કરીએ રાધા વેમ્બૂની, તો તેઓ જે Zohoના કો-ફાઉન્ડર છે, તે એક મલ્ટીનેશનલ કંપની છે અને ક્લાઉડ બેઝ્ડ સોફ્ટવેર, ટેક અને ઈન્ટરનેટ વેબ સાથે જોડાયેલા ટૂલ્સ તૈયાર કે છે. આ સોફ્ટવેર એપ્લિકેશન ઉપલબ્ધ કરાવે છે.

રાધા વેમ્બૂનો જન્મ એક મધ્યમવર્ગીય પરિવારમાં વર્ષ 1972માં થયો હતો. તેમણે IIT મદ્રાસથી ઇન્ડસ્ટ્રિયલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને તેમના મોટા ભાઈ શ્રીધર વેમ્બૂ અને ટોની થોમસ સાથે મળીને Zoho કોર્પોરેશનની સ્થાપન કરી હતી. આ કંપની વર્ષ 1996માં સ્થાપિત કરવામાં આવી હતી અને શરૂઆતમાં તેનું નામ એડવેનનેટ રાખવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ તેને બદલીને Zoho કોર્પોરેશન કરી દેવામાં આવ્યું. રાધા વેમ્બૂ વર્ષ 1997માં તેમાં સામેલ થઈને તેને સતત બુલંદીઓ પર પહોંચાડી.

Zohoનું હેડક્વાર્ટર ચેન્નાઈમાં છે અને રાધા વેમ્બૂ તેમાં સૌથી મોટા સ્ટેકહોલ્ડર છે. રિપોર્ટ્સ મુજબ રાધા વેમ્બૂ પાસે 47-50 ટકા સ્ટેક હોલ્ડિંગ છે. રાધા વેમ્બૂની લીડરશિપમાં Zohoએ તેજ ગતિ પકડી અને તે દુનિયાના ટોપ-5 બિઝનેસ E-mail પ્રોવાઈડર્સમાંથી એક બની ગઈ છે. Zoho સિવાય તેઓ વધુ 2 કંપનીઓની જવાબદારી પણ સંભાળે છે. તેમાં પહેલી જાનકી હાઈટેક એગ્રો પ્રાઇવેટ લિમિટેડ અને બીજી હાઇલેન્ડ વેલી કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ છે, જેમાં રાધા વેમ્બૂ ડિરેક્ટર છે.

error: Content is protected !!