fbpx

પ્રાંતિજ ના સોનાસણ ની વૃધ્ધા પાસે થી બાઇક ઉપર આવેલ બે ઠગો બે તોલાની મગમાળા લઈ ફરાર

Spread the love

ખોડીયાર માતાનુ મંદિર ક્યાં આવેલ છે તેમ કહી ઠગાઈ કરી
પ્રાંતિજ ના સોનાસણ ની વૃધ્ધા પાસે થી બાઇક ઉપર આવેલ બે ઠગો બે તોલાની મગમાળા લઈ ફરાર
– ખોડીયાર માતાનો ભુવો છું તેમ કહી ૧૦૦ ની નોટ આપી ૧,૮૦,૦૦૦ ની મગમાળા લઈ બે ગઠીયા ફરાર
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા વૃધ્ધા ની ફરીયાદ ને લઈ ને બે અજાવ્યા ઠગો સામે ફરિયાદ થઈ


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના સોનાસણ ની વૃધ્ધા પાસે જઈ બાઇક ઉપર આવેલ બે ઠગો દ્રારા ખોડીયાર માતાજી મંદિર ક્યા આવેલ છે તેમ કહી ૧૦૦ રૂપિયા ની નોટ આપી ૧,૮૦,૦૦૦ ની મગમાળા લઈ બે ઠગો ભાગી જતા વૃધ્ધા દ્રારા અજાવ્યા બે ઠગો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી


   પ્રાંતિજ ના સોનાસણ ખાતે રહેતા વૃધ્ધા સલાલ ઓવરબ્રીજ નજીક નર્સરી પાસે ગરનાળા નજીક થી પ્રસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન કોઇ બે અજાણ્યા ઠગો મોટર સાયકલ ઉપર આવી વૃધ્ધા પાસે જઈ અહી ખોડીયાર માતાનુ મંદિર ક્યા આવેલ છે હું ખોડીયાર માતાનો ભુવો છુ તેમ કહી વૃધ્ધા ને રૂ.૧૦૦ ની નોટ આપી તારૂ સારૂ થઈ જશે તેમ કહી વૃધ્ધા ના ગળા મા પહેરેલ સોનાની મગમાળા માંગતા વૃધ્ધાએ તેઓના ગળામા પહેરેલ સોનાની આશરે બે તોલા વજન ની મગમાળા જેની કિંમત-૧,૮૦,૦૦૦  બે ઠગો ને આપતા મોટર સાયકલ ઉપર આવેલ બંન્ને ઠગો મગમાળા લઈ મોટર સાયકલ ઉપર બેસી બન્ને ઇસમો ભાગી જઈ વુધ્ધા સાથે છેતરપીંડી ઠગાઈ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા સોનાસણ ખાતે રહેતા વૃધ્ધા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે વૃધ્ધા ની ફરીયાદ ના આધારે બાઇક ઉપર આવેલ બે અજાણ્યા ઠગો વિરૂધ્ધ ૩૧૮(૨) મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ પુંજસિંહ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!