દિલ્હીના યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્યા દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2024માં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે સતત પોતાના પ્રદર્શનના દમ પર લાઇમલાઇટમાં છે અને સાઉથ દિલ્હી સુપરસ્ટાર માટે તે સતત રન બનાવી રહ્યો છે. ડાબા હાથના બેટ્સમેન પ્રિયાંશ આર્યાએ દેખાડ્યું છે કે તેમાં ભવિષ્યમાં સારા બેટ્સમેન બનવા માટે બધા ગુણ છે. DPLમાં જલવો વિખેરી રહેલા પ્રિયાન્શે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને તેણે તેની પાછળનું કારણ પણ બતાવ્યું છે.
પ્રિયાંશ આર્યા શાનદાર પાવર હીટર છે અને મેદાનની ચારેય તરફ બૉલને મોકલવાનું કૌશલ્ય ધરાવે છે. તે આક્રમક થઇને રમે છે અને વિરોધી બોલર પર દબાવ બનાવે છે. DPL 2024માં તેણે ઘણી મેચોમાં પોતાની ઇનિંગના દમ પર ટીમને જીત અપાવવાનું કામ કર્યું છે. પ્રિયાંશ આર્યા આ લીગમાં 6 બૉલમાં 6 સિક્સ લગાવનારો પહેલો બેટ્સમેન બન્યો હતો અને તેણે આ કમાલ નોર્થ દિલ્હી ટીમ સામે મનન ભારદ્વાજની આવરમાં કર્યું હતું. યુવરાજ સિંહ બાદ T20માં 6 બૉલમાં 6 સિક્સ લગાવનાર પ્રિયાંશ આર્યા બીજો ભારતીય બેટ્સમેન બન્યો હતો.
પ્રિયાંશ આર્યાએ નોર્થ દિલ્હી વિરુદ્ધ 50 બૉલમાં 120 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 6 બૉલમાં 6 સિક્સ લગાવવાનું કારનામું કર્યું હતું. પ્રિયાંશ આર્યાએ પોતાની આ સફળતા બાદ સ્પોર્ટ્સ યારી સાથે વાત કરતા કહ્યું કે, તે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમવા માગે છે અને આ ટીમને IPL ટ્રોફી જીતવામાં મદદ કરવા માગે છે કેમ કે આ ટીમે અત્યાર સુધી એક પણ વખત ટ્રોફી જીતી નથી.
તેણે કહ્યું કે, હું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ માટે રમવા માગુ છું કેમ કે વિરાટ કોહલી મારો પસંદગીનો બેટસમન છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધી કોઇ ટ્રોફી જીતી નથી અને હું તેમાં મદદ કરવા માગુ છું. તેની ઇચ્છા બાદ હવે એ જોવાનું રહેશે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2025ના મેગા ઓક્શનમાં પ્રયાંશ આર્યાને પસંદ કરશે કે નહીં. ખાસ કરીને ત્યારે જ્યારે બેટ્સમેને ટૂર્નામેન્ટમાં ટીમ માટે રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે.