
ગુજરાતના હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે 2 નવેમ્બર સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. હવે હવામાન વિભાગે કહ્યું છે કે, 6 નવેમ્બર સુધી કમોસમી વરસાદ પડશે, કારણકે, અરબી સમુદ્ધમાંથી સક્રીય થયેલું ડિપ્રેશન ગુજરાત પહોંચવાની તૈયારીમાં છે.

બીજી અને ત્રીજી નવેમ્બરે ગુજરાતના તમામ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડશે. જ્યારે ચોથી નવેમ્બરે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર જામનગર, દ્વારકામાં વરસાદ પડવાની સંભાવના છે. પાંચ અને 6 નવેમ્બરે પંચમહાલ, દાહોદ,વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ,દમણ, દાદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ વરસાદ પડશે.
છેલ્લાં કેટલાંક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકશાન થઇ રહ્યું છે અને હજુ જ્યારે માવઠાંની વાત છે તો ખેડુતોની હાલત વધારે કફોડી થશે.
