પ્રાંતિજ ટાઉન હોલ ગંદકચરા નુ ડમ્પીગ સ્ટેશન બન્યો
– ટાઉન હોલ નો વિકાસ તો થભ્યો પણ ટાઉન હોલ આગળ ગંદકચરા નો વિકાસ ઝડપી થઈ રહ્યો છે
– કરોડો રૂપિયા ના ટાઉન હોલ આગળ કચરાના ઢગ જોવા મલ્યા
– કચરાના ઢગ મા ગાયો-કુતરા ફરતા જોવા મલ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ટાઉન હોલ નો વિકાસ તો થભી ગયો પણ પાલિકા દ્રારા ટાઉન હોલ ની આગળ ગંદકચરા નુ ડમ્પીગ સ્ટેશન ચાલુ કર્યુ હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે
પ્રાંતિજ ખાતે દશ કરોડ થી વધુ નો ખર્ચે થયો છતાંય વિકાસ ટાઉન હોલ વિકાસ થયો નથી અને અર્ધ વચ્ચે વિકાસ અટવાયો છે ત્યારે પ્રાંતિજ પાલિકા દ્રારા આ ટાઉન હોલ આગળ જાણે પ્રાંતિજ ના ગંદ કચરા નુ ડમ્પીગ સ્ટેશન ચાલુ કર્યુ હોય તેમ અહી નગરમાંથી ભરેલ ગંદ કચરો અહી ઠાલવવામા આવ્યો છે અને અહી ધન કચરો ઠલવાતા ગાય-કૂતરાઓ પણ આ ગંદકચરા ના ઢગ મા ફરતા જોવા મલ્યા હતા તો ગંદ કચરો અહી ઠલવાતા પાસે આવેલ દુકાન માલિકોને પણ દુર્ગંધ મારે છે તો દશ કરોડ થી વધુ નો ખર્ચ છતાંય ટાઉન હોલ નુ અધુરુ કામ હાલતો પુર્ણ ના થતા ટાઉન હોલ નો વિકાસ રુધાતા હાલતો પ્રાંતિજ પાલિકાએ જગ્યાનો ગંદ કચરા માટે સદ ઉપયોગ કર્યો હોય તેવો આ પ્રાંતિજ પાલિકા નો ઉત્તમ નમૂનો છે તેમ કહીએ તો નવાઇ નહી ત્યારે હાલતો આ દશ કરોડ ના વિકાસ ટાઉન હોલમા ગંદ કચરા નુ ડમ્પીગ સ્ટેશન બનાવતા લોકો પાલિકા ની કામગીરી ના વખાણ કરતા થાક તા ના હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે
જીલ રાવલ પ્રાંતિજ