પ્રાંતિજ સહિત તાલુકા મા વરસાદ ને લઈ ને ખેતી મા મોટુ નુકસાન
– ધરતીપુત્રો ની સરકાર પાસે સહાય ચુકવવા માંગ
– ધરૂ તથા તૈયાર થયેલ પાક કોહવાઈ ગયો
– ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો
– ફ્લાવર , કોબીજ , કપાસ , મગફળી , ડાંગર , દિવેલા , ગવાર જેવા પાકો ને નુકસાન
– તૈયાર થયેલ કોબીજ-ફ્લાવર નો ધરૂ સહિત પાક કોહવાઈ ગયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકા મા આ વર્ષે વધુ વરસાદ ને લઈ ને શાકભાજી સહિત નો મોટા ભાગનો પાક ફેલ થયો છે તો કોબીજ ફ્લાવર નો તૈયાર થયેલ ધરૂ સહિત પાક ફેલ થયો છે અને ખેડુતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે
આ વર્ષે સારા વરસાદ ને લઈ ને પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમા ખુશી જોવા મળી રહી છે અને ખાલી ખમ નદી નાળા તળાવ ભરાઈ ગયા છે તો બીજી બાજુ વધુ વરસાદ ને લઈ ને ખેતી ના વિવિધ પાકો ઉપર અસર જોવા મળી રહી છે અને ખેતરોમા પાણી ભરાતા મોટા ભાગનો પાક પાણીમા ગરકાવ થતા કોહવાઈ ગયો છે અને બચ્યો છે તે પણ પીળો પજર પડી ગયો છે અને વિકાસ વગરનો થઈ ગયો છે તો પ્રાંતિજ સહિત તાલુકા મા મોટાભાગે શાકભાજી મા ફ્લાવર-કોબીજ નો પાક થતો હોય છે જેમા મોટા ભાગનો ફ્લાવર કોબીજ નો ધરુ વરસાદી પાણીમા કોહવાઈ ગયો છે તો ચોપણી કરીને તૈયાર થયેલ પાક મા પણ ખેતરોમા પાણી ભરાયેલુ રહેતા કોહવાઈ જતા આ વર્ષે વધુ વરસાદ ને લઈ ને ધરતી પુત્રો મોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે તો બીજી તરફ કપાસ , મગફળી ,ડાંગર , દિવેલા , ગવાર સહિત ના પાકો પણ પાણીને લઈ ને કોહવાઈ જતા ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તો ધરતી પુત્રો દ્રારા સરકાર દ્રારા ખેતીનો સર્વે કરી સહાય ચુકવવા મા આવે તેવી માંગ કરવામા આવી છે ત્યારે હાલ તો ધરૂ સહિત તૈયાર થયેલ પાક કોહવાઈ જતા ખેડ , ધરૂ , ખાતર મંજુરી સહિત નો ખર્ચ માથે પડયો છે
જીલ રાવલ પ્રાંતિજ