પ્રાંતિજ મા વિજ ધાંધીયા સવારથી બપોર સુધી ૩૦ થી ૪૦ વખત વિજ પ્રવાહ ખોરવાયો
– વગર વરસાદે વગર વાવાઝોડાએ વિજ પ્રવાહ ૩૦ વખત બંધ ચાલુ થઈ
– વિજ પ્રવાહ ચાલુ બંધ થતા વિજ ઉપકરણો બળી જાય તો જવાબદાર કોને
– અવરનવર વિજ પ્રવાહ બંધ થતા નગરજનો પરેશાન
– ગરમી બફારો મા વયોવૃધ્ધ બાળકો સહિત નગરજનો પરેશાન
– વિજકંપની દ્રારા કરવામા આવતા મેન્ટેનન્સ ઉપર પણ ઉઠયા અનેક સવાલો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે વિજ ધાંધિયા ને લઈ ને સવાર થી બપોર સુધીમા ૩૦ થી ૪૦ વખત વિજ પ્રવાહ ખોરવાતા નગરજનો પરેશાન થયા હતા
પ્રાંતિજ ખાતે વિજ પ્રવાહ ને લઈ ને અનેક વાર મુશ્કેલીઓ ઉભી થાય છે અને પ્રાંતિજ મા અવનવર વિજ પ્રવાહ બંધ થવોએ નવાઇ નથી ત્યારે મંગળવાર ના દિવસે સવાર થી બપોર સુધી મા ૩૦ થી ૪૦ વખત વિજ પ્રવાહ બંધ થતા નગરજનો ને હાલકીઓ પડી હતી અને વગર વરસાદે વગર પવને વિજ પ્રવાહ વારે ધડીએ ખોરવાતા રહીશો ગરમી બફારા મા વિજ પ્રવાહ વગર સેકાઇ ગયા હતા તો અવરનવર વિજ પ્રવાહ ચાલુ બંધ થતા ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ ઉડી જાય તો કોના શીરે જવાબદારી રહેશે ત્યારે હાલતો અવરનવર વિજ પ્રવાહ ખોટવાતા વિજકંપની દ્રારા આડા દિવસોમા કરવામા આવતા મેન્ટેનન્સ ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે
જીલ રાવલ પ્રાંતિજ