fbpx

હિંમતનગરમાં નકલી હોલ માર્ક સાથે ઘરેણા વેચનારા વેપારીઓને ત્યાં દરોડા,241 ગ્રામ…

Spread the love

ભારતીય માનક બ્યુરો (BIS), અમદાવાદના અધિકારીઓની બનેલી ટીમ દ્વારા 2 સપ્ટેમ્બર, 2024નાં રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત મેસર્સ શ્રદ્ધા જ્વેલર્સ, મેસર્સ કેએમપી જ્વેલર્સ, મેસર્સ વીજે જ્વેલર્સ અને મેસર્સ સીએચ જ્વેલર્સમાં એન્ફોર્સમેન્ટના દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન, ઉપરોક્ત જ્વેલર્સ નકલી હોલ માર્કિંગ સાથે તેમજ હોલમાર્કિંગ (હોલમાર્કિંગ યુનિક આઇડેન્ટિફિકેશન (એચયુઆઇડી)) વિનાના ઘરેણાં વેચતા જોવા મળ્યા હતા. ઓપરેશન દરમિયાન 241 ગ્રામ સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.

નકલી અથવા હોલમાર્કિંગ (HUID) વિનાના સોનાના દાગીનાનું વેચાણ એ BIS એક્ટ 2016ની કલમ 15નું ઉલ્લંઘન છે. આ ગુના માટે એક વર્ષ સુધીની કેદ અથવા ન્યૂનતમ રૂ. 1,00,000ના દંડની સજાની જોગવાઈ છે, જે બીઆઈએસ એક્ટ 2016ની કલમ 29 મુજબ સ્ટાન્ડર્ડ માર્ક લાગુ કરાયેલ ઉત્પાદિત અથવા વેચેલ અથવા વેચવા અર્થે લગાવેલ માલ અથવા આર્ટિકલના મૂલ્યના પાંચ ગણા સુધી વિસ્તૃત થઈ શકે છે અથવા બંને સાથે સજાપાત્ર થઈ શકે છે. વધુમાં, HUID નંબર ફીડ કરીને BIS કેર મોબાઈલ એપમાં હોલમાર્કિંગની અધિકૃતતા ચકાસી શકાય છે.

ભારતીય માનક બ્યુરો સામાન્ય ઉપભોક્તાની સુરક્ષા માટે નકલી હોલમાર્ક અથવા HUID વિના ઘરેણાં વેચવા વિશે માહિતી પ્રાપ્ત થતાંની સાથે શ્રેણીબદ્ધ દરોડા પાડી રહ્યું છે. HUID વિના અથવા નકલી હોલમાર્કિંગ સાથે ઘરેણાં વેચતા જ્વેલર્સ વિશેની માહિતી ધરાવતી કોઈપણ સંસ્થા પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, ત્રીજોમાળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ-380014 અથવા ફોનનં. 079-27540314 પર ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત ahbo@bis.gov.in અથવા complaints@bis.gov.in સરનામાં પર ઈમેઈલ દ્વારા અને BIS કેર એપ દ્વારા પણ ફરિયાદ કરી શકે છે. માહિતી આપનારની ઓળખ સખ્ત રીતે ગુપ્ત રાખવામાં આવશે.

error: Content is protected !!